<p>સાહિત્યના પાને જ્યારે લાગણીઓ શાહી બનીને પથરાય છે ત્યારે સર્જાય છે એક એવું વિશ્વ જ્યાં વાચક પોતાના સુખ-દુઃખ સંઘર્ષ અને સંવેદનાઓનું પ્રતિબિંબ જોઈ શકે છે. 'પ્રયાગરાજ - 02' એ માત્ર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ નથી પરંતુ માનવમનના ઊંડાણમાં રહેલા ભાવોનો 'ત્રિવેણી સંગમ' છે. 'નિર્મોહી પ્રકાશન' અને 'સાહિત્ય સંગીતનું વિશ્વ'ના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત આ પુસ્તકમાં સંપાદક શ્રી અંકિત ચૌધરી 'શિવ' અને શ્રી કૌશિક શાહ દ્વારા ચૂંટાયેલી શ્રેષ્ઠ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.</p><p>આ સંગ્રહની શરૂઆત જ એક અત્યંત મર્મસ્પર્શી વાર્તા 'ક્ષણનું ઋણ' આથી થાય છે. લેખક અંકિત ચૌધરી 'શિવ' દ્વારા આલેખાયેલી આ કથામાં ભાનુની વેદના હૃદય સોંસરવી ઉતરી જાય છે. આગમાં પોતાની દીકરી શુભાને ગુમાવ્યાનો આઘાત અને વર્ષો જૂનો બોજ લઈને જીવતી ભાનુ જ્યારે ફરી એક આગની ઘટનામાં એક અબોલ જીવ (બિલાડી)ને બચાવે છે ત્યારે જે રીતે તેનું 'ક્ષણનું ઋણ' ચૂકવાય છે તે ઘટના વાચકની આંખો ભીની કરી દે છે. આ વાર્તા ભૂતકાળના બોજમાંથી મુક્ત થઈ વર્તમાનની જવાબદારી સ્વીકારવાનો સુંદર સંદેશ આપે છે.</p><p>ત્યારબાદ ભારતી ભંડેરી અંશુ લિખિત વાર્તા 'ચતુરાઈ' સમાજની એક વરવી વાસ્તવિક્તા અને તેની સામે બુદ્ધિચાતુર્યનો વિજય દર્શાવે છે. સાસુ સુધાબહેનની દહેજની અને વળતી ભેટની લાલસા સામે પુત્રવધૂ મેઘા જે રીતે સરસ્વતી માતાની મૂર્તિ ભેટ આપીને સાસુને નિરુત્તર કરી દે છે તે કાબિલે દાદ છે. અહીં લક્ષ્મી (ધન) કરતાં સરસ્વતી (સંસ્કાર અને બુદ્ધિ)નું મૂલ્ય ઊંચું છે તે વાત ખૂબજ સચોટ રીતે રજૂ થઈ છે.<br>ત્રીજી વાર્તા 'અભાગણી'માં રાજુલ કૌશિકે માનવમનની અતૃપ્ત તૃષ્ણા અને લોભનું કરુણ પરિણામ આલેખ્યું છે. લલિતાની વધુ પામવાની લાલસા અને દેખાદેખીમાં તેના પતિ વિરમનું જે રીતે શોષણ થાય છે અને અંતે કરુણ મૃત્યુ થાય છે તે સમાજ માટે લાલબત્
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.