લાંબા સમય સુધી ચાલતા વિચારો અને ભાવનાઓ પરિપક્વ થઈને એક વલણમાં પરિવર્તિત થઇ જાય છે. જો તમે લાંબા સમય સુધી અમુક ચોક્કસ વલણ પ્રમાણે જ જીવો તો એ તમારો બીજો સ્વભાવ અર્થાત્ એક માનસિકતા બની જાય છે. અનુચિત માનસિકતા તમને સંતોષ તથા આનંદના માર્ગથી દૂર લઈ જશે. યોગ્ય માનસિકતા તમને સફળતા સંતોષ અને અસાધારણ જીવનના માર્ગ પર લઈ જશે. વિજ્ઞાન સાથે વૈદિક શાસ્ત્રોનો તથા તર્ક સાથે આધ્યાત્મિક આંતરદૃષ્ટિનો સમન્વય કરીને સ્વામી મુકુન્દાનંદ સાત માનસિકતાઓનું રહસ્ય પ્રગટ કરે છે. મન તથા બુદ્ધિને પ્રશિક્ષિત કરતી સાત તકનિકો ભીતર છુપાયેલી અનંત સંભાવનાઓને ઉજાગર કરે છે. આઈ.આઈ.ટી. અને આઈ.આઈ.એમ.ના વિદ્યાર્થી રહી ચૂકેલા સ્વામીજીએ મનના વ્યવસ્થાપન અને જીવનના રૂપાંતરણની વાત ખૂબ ગહન છતાં સરળ રીતે સમજાવી છે. તેમાં તેમનું દાયકાઓથી પ્રાપ્ત કરેલ વૈદિક શાસ્ત્રો પરનું પ્રભુત્વ પ્રગટ થાય છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.