<p>આ વાત છે એક એવી છોકરી મેઘાની જેને માત્ર સોળ વર્ષની ઉંમરમાં જ તેના પિતાએ પચાસ વર્ષના પુરુષ જગા સાથે પરણાવી દીધી હતી.. તેના પતિ જગાએ પછી તેને ગુડિયા શેરી નામની બદનામ ગલીમાં વહેચી દીધી! ગુડિયા શેરીમાં આવ્યા પછી મેઘાની માન અને સન્માન માટેની લડાઈ શરૂ થઈ ગઈ હતી. મેઘા ગુડિયા શેરીમાં પોતાનું જીવન નિર્વાહ કરવા લાગી એ દરમિયાન એને રોહન અનંત નામના બિઝનેસમેનથી પ્રેમ થઈ ગયો હતો. રોહન અને મેઘાનો પ્રેમ એટલો મહાન હતો કે ગુડિયા શેરીમાં રહેવા છતાં પણ મેઘા ગણિકા બનતી નથી! દોઢ વર્ષ જેટલો સમય ગુડિયા શેરીમાં વિતાવ્યા પછી મેઘાએ કેશવ નામની એક સુંદર દીકરીને જન્મ આપ્યો! મેઘાની દીકરી ગુડિયા શેરીનું ઉજ્જવળ ભવિષ્ય લઈને જન્મી હતી એટલે ગુડિયા શેરીમાં ચાલતા ધંધા કેશવના આવવાથી બંધ થઈ ગયા હતા. </p><p>થોડા સમય પછી મેઘા અને રોહનના લગ્ન કરાવવામાં આવ્યા અને મેઘા અનંત પરિવારનો હિસ્સો બની ગઈ! જ્યાં તેને પહેલાં ખુબ પ્રેમ મળી રહ્યો હતો પણ એક એમ. એમ. એસ. ના લીધે તેનું માન સન્માન દાવ ઉપર લાગી ગયું હતું! મેઘા પોતાનો તિરસ્કાર સહન કરી શકતી નથી એટલે તે પોતાની દીકરીને લઇને અમદાવાદ આવી ગઈ હતી. અમદાવાદ આવ્યા પછી મેઘા એક નવી ઓળખાણ સાથે આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન જોવા લાગી હતી પણ તેના રસ્તામાં અવાર નવાર મુસીબત આવી જતી હતી. અવનિ દાસ ખુબજ મહેનત કરીને પોતાનું આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન હાસિલ કરી લીધું હતું! અવનિ દાસના આત્મનિર્ભર બન્યા પછી દિલ્હી સરકાર દ્વારા તેનું દિલ્હીમાં સન્માન કરવામાં આવ્યું જ્યાં રોહન પણ પહેલાંથી હાજર હતો. વર્ષો બાદ રોહન અને મેધાનું પુનઃ મિલન થયું અને મેઘા આખરે એક સન્માન ભરી જિંદગી જીવવા લાગી હતી.</p>
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.