<p>પલ્લવી જોષીના લેખોનો સંચય એટલે જ આ વિષય વિશેષ આલેખન પુસ્તક સ્પર્શી મુજ હૈયે સરિતા પલ્લવી જોષીએ સરિતા ઉપનામને એમના પુસ્તકના શીર્ષકમાં બેવડાવી આપણને પણ એમની જીવન વિષયક પારદર્શી લાગણીમાં ખળખળ વહેતાં કરી દીધાં છે. નખશિખ ભીંજવી દીધાં છે. આ વિધાન એ મારું ઉપજાવું વિધાન નથી. કિંતુ આપ પણ જ્યારે પલ્લવીજીના લઘુ લેખોમાંથી પસાર થશો. ત્યારે સ્વયં એના એ તારણ પામી જશો કે નિર્દોષ મન-હ્રદયના ભાવથી હરપળ નવપલ્લવિત એવી આ રચયિતાએ એમની જાગ્રુત સ્વાનુભૂતિઓને જ સહજ સાદગીથી નિર આડંબર વણીને આપણને ધરી છે. જેમાં સાહિત્યશણગારના કે કોઈ વિશેષ અલંકારનો ક્યાંય કોઈ પ્રકારનો છલામણો અતિરેક નથી. આ લેખનશૈલી મારી દ્રષ્ટિએ એમનો આત્મસંવાદ છે. જે કેટલાક લેખમાં પરસંવાદિત થઈ એનું વ્યાપક સમીકરણ સાધે છે. આવા મારા અનુભૂતિતારણને સિદ્ધ કરતા કેટલાક ઉદાહરણ અત્રે પ્રસ્તુત છે .</p>
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.