રસિકદાદાનાં રસગુલ્લાં - ૦૧

About The Book

સર્જક રમણલાલને સલામ કરવાનું મન એ બાબતે થાય છે કે તેમણે ગુજરાતી બાળકોને પરિઓના દેશમાંથી રાક્ષસોના પંજામાંથી વાઘ-સિંહના મોં માંથી ડોશીની દાબડી અને જાદુઈ લાકડીના ઉડન ખટોલામાંથી બહાર કાઢીને વાસ્તવિક્તાની ધરતી પર વિચરણ કરાવ્યું છે. હા ! આટલું ખરું કે કલ્પનાજન્ય બાબતોનો સહારો જરૂર લીધો છે; પણ વિમાનને take OFF કરાવવા જેટલો જ!

આ વાર્તાઓમાં પંચતંત્ર હિતોપદેશની શૈલી ઔપનિષદિક જિજ્ઞાસાવૃત્તિ જાતક કથાઓની છાંટ પુરાણોના મિથકનો વિનિયોગ જોવા મળે છે. સંગ્રહની મોટાભાગની વાર્તાઓના મંડાણ રસિકદાદાના પીપળાના ઓટલે થાય છે. પછી પ્રદેશ-દેશ-વિશ્વની ભૂગોળ અને તેમના લસરકા જેવા જ્ઞાન વિજ્ઞાન અને સામાજિક સંદર્ભોને સ્પર્શતી સ્પર્શતી સુખાંત પામે છે. મસ્તરામની વાર્તાસૃષ્ટિ પર નજર ફેરવીએ તો -

'પ્રાણી ભારત રત્ન અને પદ્મભૂષણ સન્માન ભાગ એક થી ત્રણ' માં પસાર થતાની સાથે જ એક પ્રતીતિ જરૂર થાય કે આજે પણ મનુષ્યજાતિને માર્ગદર્શન આપવા પ્રાણીઓથી વધારે હાથવગું ઉપકરણ એકપણ નથી. આ વાર્તામાં ગેંડા મુખમાં મુકાયેલો એક સંવાદ માણીએ - આપણે ક્યાં આલીશાન બંગલામાં રહેવું છે? કે આપણે ક્યાં સોના-ચાંદી હીરા-માણેક કે મોતીના શણગાર સજવા છે? આપણે તો સોનું યા માટી હીરા અને પથરા બધું જ સરખું લાગે છે. બીજી એક વાત આપણા બરાબર નાક ઉપર ભગવાને શિંગડું આપ્યું છે છતાં આપણે ક્યારેય ભગવાનને ફરિયાદ કરી ખરી?

Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE