<p>મારો પ્રથમ વાર્તા સંગ્રહ ઋણાનુબંધ સંવેદનાની અભિવ્યક્તિ 2024 માં મેં પ્રદર્શિત કર્યો. લોકોના ઉત્તમ પ્રતિસાદને પરિણામે હું બહુ જ ટૂંક સમયમાં મારો બીજો સામાજિક વાર્તા સંગ્રહ સેકન્ડ ઇનિંગ આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું.</p><p> </p><p>જીવનના અઢીદાયકા અભ્યાસમાં અને કારકિર્દી ઘડતરમાં ગયા. ત્યારબાદ પરિવાર સંતાનની પ્રગતિ કેન્દ્રસ્થાને રહ્યા. શિક્ષક તરીકેની જ્વલંત કારકિર્દીના સંતોષપૂર્ણ 31 વર્ષ સંપન્ન કર્યાં. ત્યારબાદ બાકીના જીવનમાં જીવન ઉમેરવા શોખની પ્રવૃત્તિ એવી લેખનને પ્રથમ પસંદગી આપી. જીવનની અડધી સદી વિતાવ્યા બાદ રચેલી રચનાઓને સેકન્ડ ઇનિંગ નામ આપવું મારી દ્રષ્ટિએ યોગ્ય લાગ્યું. વાર્તા સંગ્રહમાં આ સંદર્ભની એક વાર્તાનો પણ સમાવેશ છે. મારા જીવનની આ સેકન્ડ ઇનિંગ જ છે એટલે આ નામ યથાર્થ કરવાનો મેં આ વાર્તા સંગ્રહમાં પ્રયાસ કર્યો છે.</p><p> </p><p>લેખન માટેનું વિચાર બીજ હરતા ફરતા વાંચતા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પ્રાપ્ત થતું રહ્યું છે. મારા કલ્પનાના રંગે રંગી એક હકારાત્મક સંદેશ સમાજમાં આપવાનો મારો નમ્ર પ્રયાસ છે. પ્રત્યેક વાર્તા પોતાની રીતે આગવું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાના લોકમાનસને વાર્તાના માધ્યમથી વ્યક્ત કરવાનો પ્રયાસ છે. જીવનમાં અનુભવાતી વિવિધ લાગણીઓ વ્યક્તિને ક્યાંથી ક્યાંય સુધી પહોંચાડે છે એ દર્શાવવાનો પ્રયાસ વિવિધ વાર્તાઓમાં કર્યો છે. ભક્તિની શક્તિ સ્ત્રી સન્માનની ભાવના પાત્ર પસંદગી માટેની ચિકાશ ઉભરાતા વૃદ્ધાશ્રમની પરિસ્થિતિ એક સમજદાર બાપ તરીકે બાળકના જીવન ઘડતર માટેની લેવી પડતી આકરી નિર્ણય પ્રક્રિયા પાકટ વયે સાથની ઝંખનાનો તરફડાટ નારી દિવસની ઉજવણી.... જેવા આધુનિક વિષયો ઉપર પસંદગી ઉતારી છે. શિક્ષણ માત્ર કાગળ ઉપર નહીં જીવનમાં પણ જરૂરી છે. એ પાત્ર વરણી અને એના સંવાદો દ
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.