માણસ અને સપનાંનો સંબંધ નાળનો છે. સપનાંઓનો જન્મસિદ્ધ હક બને છે કે માણસના જન્મ સાથે એ પણ અનેક આકાર અને પ્રકારમાં દરેક અવસ્થામાં જીવનના છેલ્લા શ્વાસ સુધી રહે. સપનાઓનું અસ્તિત્વ ન હોત તો આશા કે ઉમંગ કે ઉત્સવ જેવું જગતમાં હોત જ નહીં. માણસ દરેક ઉંમરે સૂતાં જાગતાં આ સપનાંઓ જોતો હોય છે. આ શમણાંઓના વિશ્વમાં ક્યાંય કોઈ બાધ નથી કે મર્યાદા નથી. સૂતી વખતે આવેલાં સપનાંઓ માનવીનાં વશમાં નથી પણ જાગતાં જોયેલાં સપનાંઓ સફળ કરવા ફલિત કરવા એ બધું માનવીનાં હાથમાં છે.

'અધૂરાં સપનાં' નવલકથામાં મુખ્ય પાત્ર નેહા એક સફળ લેખક અને સ્ક્રીનપ્લે રાઇટર બનવાનાં સપનાં જાગતી આંખે માત્ર જોતી જ નથી પણ શ્વાસેશ્વાસે આ સપનાંઓનો પ્રાણવાયુ પોતાના ફેફસાંમાં ભરતી રહે છે. એ પણ એટલી હદ સુધી કે એ સપનાંઓનો પ્રાણવાયુ એનાં શરીરની નસેનસમાં લોહી બનીને વહેતો રહે છે. કશુંક પામવા માટે ઘણું ખોવાની તૈયારી હોવી જરૂરી છે. નેહા આ તૈયારી સાથે જ પોતાનાં સપનાંને હકીકતમાં બદલવા 'યા હોમ' કરીને મેદાને પડી છે. પણ આ પામવાનું અને ખોવાનું એની મેળે સીધેસીધું નથી થતું.

કારણ જીવન કંઈ 'One Track' - રેલ્વેના એક જ પાટા પર સીધેસીધી ચાલ્યા કરતી રેલગાડી નથી. અનેક રેલગાડીના અનેક ડબ્બાઓમાં થતાં આ જિંદગીના પ્રવાસમાં ક્યારેક પ્રયાસપૂર્વક તો ક્યારેક આયાસ વિના અનેક અજાણ્યાં મોડ પરથી ગુજરવું પડે છે. પણ આ પ્રવાસમાં આવતાં બધાં જ મોડ કે વળાંકો આંધળા હોય છે અને આ જ આ સફરનું સાચું સૌંદર્ય પણ છે.

જિંદગીની સફરમાં અનેક સંજોગો અને અનેક માનવીઓ આવીને મળતાં હોય છે. ક્યાંક સંજોગો તો ક્યારેક દેશકાળ ક્યાંક પોતીકાં તો ક્યારેક પારકાં માનવીનાં સપનાં પૂરાં કરવાની પ્રક્રિયામાં આડખીલી બને છે. ક્યારેક તો એવું બને છે કે આપણાં જીવનની આડે આપણાં જ શમણાં આવે છે. આ નવલકથામાં પણ આ બધું જ નેહા સાથે બને છે. એનો સ્વભા
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.