કાવ્યમાલા
Gujarati

About The Book

જેને આતમ અજવાળાં રેલાતાં હોય તેને ઉછીનાં અજવાળાની જરૂર નથી પડતી અને જેમને અવળા વહેણમાં તરી કિનારે જતાં આવડે છે તે સ્વયંસિધ્ધાને કોઈ આલંબનની જરૂર નથી રહેતી. ખળખળતી નદી જેવું વ્યક્તિત્વ અને વેદનાના વેદ રચે તેવું લેખન મન હૃદયને અંતઃકરણને અડી જાય તેવું છે. તેમનાં શબ્દોનાં પુષ્પોથી ગૂંથેલી કાવ્યમાલાની સુગંધ શબ્દોનાં ઉપવનમાં રેલાઈ જરૂર સૌને મધમધતા કરી દેશે! તેમનો શબ્દ વૈભવ માતબર કરી દેશે. તેમની દિનચર્યા વિશે જ જોવા જઈએ તો

'રોજ સવારે જિંદગી

નવા નવા તાળા લગાવે

ને રોજ એની ચાવી મને મળે'

માલા બહેને નાની ઉંમરથી જ અક્ષર અર્ચના કરી આગળ ધપવાની ધગશની ચિનગારી અંદર ભભૂકતી રાખી ને તેનાં પર નિરાશાની રાખ ન વળવા દીધી.

નિત્ય નવી ચાવી શોધી ઉકેલ શોધી જીવનની દરેક સમસ્યાનો ઉકેલ કાઢતાં સંસાર રથનું સક્ષમ પૈડું બની પતિની હારોહાર જીવનરથ હાંકનાર માલાબહેન જેમણે લગ્ન બાદ પણ ભણાવતાં ભણાવતાં પોતાનું ભણતર આગળ ધપાવ્યું. એમ.બી.એ. કર્યું વળી સી.એ. કરવાની પણ હામ ભરી બાળકોને સુસંસ્કૃત કરી ઉછેર્યાં પણ શબ્દોની ગાથા અને શબ્દોના ભાથાના સરંજામથી પોતાના આત્માના અવાજને વાચા આપી અને જ્યારે અંતરના ઊંડાણમાંથી શબ્દો નીકળે છે ત્યારે વાચકોના અંતરને પણ અડકે છે.

હજી તો ટેરવે ટહુકાની તરસ બાકી છે.. એ ટેરવા કલમના જોરે માત્ર ટહુકા નહીં પણ કિલકાર કરે છે! જે આ પુસ્તકના શબ્દોમાં દૃષ્ટિગોચર થશે. માલાબહેનનાં કાવ્યમાં સાંજનું અદ્ભુત વર્ણન છે

ઢળતી સાંજના સરનામે

સૂરજ વિલીન થાય છે

મંદ મંદ શીતળ વાયરો મુસ્કાય છે..

કેવું સુંદર સજીવારોપણ!

તેમનાં છલકંતા હૈયાની વેદના તો જુઓ..

ઉછીના આપે છે અજવાળાં મને એ લોકો

જેને સુરજ મારે આંગણેથી મળ્યા કરતો હતો!

વળી વરાળ કાઢે છે

મૃગજળનાં ઝાંઝવા બતાવો છો તમે મને શું કરવા?

તમારી તરસ છીપાવવા મેં રણમાં સ
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE