માનવજીવન એ એક અવિરત ચાલતી યાત્રા છે. જન્મથી લઈને અંતિમ શ્વાસ સુધીની આ સફરમાં મનુષ્ય અનેક રંગો અનેક રૂપો અને અનેક અનુભવોનો સાક્ષી બને છે. ક્યારેક આ યાત્રા સુખના ઝણકારથી ગુંજી ઊઠે છે તો ક્યારેક દુઃખના કરૂણ સ્વરથી હૃદયને ભીનું કરી દે છે. ક્યારેક જીવનમાં આશાનાં કિરણો ઝળહળે છે તો ક્યારેક નિરાશાનાં ઘેરાં વાદળો છવાઈ જાય છે. આ ઉથલપાથલ આ ઊંડાણ અને આ હૃદયસ્પર્શી અનુભવો જિંદગીનું સાચું સંગીત રજૂ કરે છે. જ્યારે આ સંગીતને અંતરાત્માના ઊંડાણમાંથી શબ્દોનો સહારો મળે છે ત્યારે કવિતાનો જન્મ થાય છે.

'સ્પંદન' કાવ્યસંગ્રહ એવાં જ જીવનનાં અસંખ્ય સંવેદનાત્મક ક્ષણોનું પ્રતિબિંબ છે. આ કાવ્યસંગ્રહમાં કવિશ્રી સુભાષભાઈએ પોતાની આત્માના બુલંદ અવાજને કવિતાઓમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. નાનાં-મોટાં પ્રસંગો રોજિંદા જીવનના અનુભવો આસપાસના દૃશ્યો લોકો સાથેના સંબંધોમાંથી કવિએ પ્રેરણા લઈને પોતાના ભાવોને કાવ્યરૂપે રજૂ કર્યા છે. ક્યારેક આ કાવ્યોમાં પ્રેમનાં મધુર સ્વરો સંભળાય છે તો ક્યારેક વેદનાની આગ સળગી ઊઠે છે. ક્યારેક પ્રકૃતિનો રમણીય નજારો હૈયાને તાજગી આપે છે તો ક્યારેક માનવીય સંબંધોના તૂટતાં-જોડાતાં તંતુઓ અંતરાત્માને વિચારવા માટે મજબૂર કરી દે છે.

'સ્પંદન' કાવ્યસંગ્રહમાં વસંતની હરિયાળી છે ચોમાસાની ઝરમર છે ગ્રીષ્મની તપન છે અને શરદની શીતળતા પણ છે. અહીં આસો નોરતાનાં ગરબા છે દિવાળીની રોશની છે રક્ષાબંધનનું પવિત્ર સ્નેહબંધન છે અને સ્વતંત્રતા દિવસનું ગૌરવગાન પણ છે. આમ દરેક રચના માત્ર કવિના હૃદયમાંથી ઉપજેલા શબ્દો નથી પરંતુ એક એવા 'સ્પંદન' છે જે વાંચનારના હૃદયને સ્પર્શી જશે.

કવિએ માત્ર ભાવપ્રવાહી કાવ્યો જ નથી લખ્યાં પરંતુ સમાજ સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની લાગણીઓને પણ આ પુસ્તકના દરેક પાને સ્થાન આપ્ય
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.