<p>જ્યારે આ ત્રણેય વસ્તુનો સંગમ એકમાં દેખાય ત્યારે તો તેનું જીવન જ પૂજા બની જાય! કોઈપણ એકને પામવા જતાં આયખું ખરચાઇ જાય છે જ્યારે પૂજાબેનમાં તો તે ત્રણેયનો ત્રિવેણી સંગમ દેખાય છે! જેમાં મહારથ મેળવી સાથે સાથે સેવાની સરવાણી પણ વહાવી રહ્યા છે. પિતા દેવેન્દ્રભાઈ અને માતા ધર્મિષ્ઠાબેનનું બહુમૂલ્ય રત્ન પૂજા જ હોય ને? જે કલા સેવા અને સમાજની પૂજા કરી જાણે છે અને ત્રણેયને સરખો ન્યાય આપવાનો પણ પ્રયાસ કરે છે. વ્યક્તિની એક વસ્તુમાં મહારથ મેળવવામાં જ આયખું વીતી જતું હોય છે પરંતુ પિતાનો વારસો પામી ધર્મ અને સાહિત્ય તો જાણે રગરગમાંજ વહ્યા અને પાંચમા ધોરણથી પોતાની કલમના પરચા તેમણે બતાવવાના શરૂ કર્યા હતા. જે પ્રોત્સાહન દ્વારા પરવાને ચડ્યા તેમનાં કાવ્યમાં ગઝલ ભક્તિ ગીત પિરામિડ હાઇકુ જેવું વૈવિધ્ય છે. ગૌ માતાની સેવાના પરિપાકરૂપે ગૌ ચાલીસા જેવી પુસ્તક પ્રકાશિત કરી અને ત્યારબાદ તો કાવ્યસંગ્રહ હાઇકુ સંગ્રહ પિરામિડ સંગ્રહ શબ્દ તનિકા જેવા અંતરના ભાવોના ઝરણાં વહાવતા પુસ્તકો પ્રકાશિત કર્યા અને તે લખતાં લખતાં તેમનાં હૃદયનાં તાર ગૌમાતાની સેવા કરતાં કરતાં ગોપાલ સાથે પણ જોડાઈ ગયા છે. એટલે જ તેમનાં જીવનમાં સેવા સર્વોપરી છે! વિવિધ પ્રકારના ગીતો વાર્તાઓ પર પોતાની કલમ માત્ર અજમાવી નથી પરંતુ કેટલાય ગીતો સ્વરાંકન કરીને youtube ચેનલ પર વહેતા મૂક્યા છે. પોતાનાં લેખનને જ જેઓ પોતાને મળેલો એવોર્ડ સમજે છે તેમાં જ તેમનાં શબ્દબ્રહ્મની ઉપાસનાનો પરિપાક દેખાય છે.</p><p>માત્ર લેખનને નહીં રમતગમત ભણતર અને નૃત્ય એ ત્રણેયને પણ તેઓએ જીવનમાં આત્મસાત કરી એમએસસી સુધી અભ્યાસ કર્યો અને જેમાં સેવા કરાય તેવી જ નોકરી પણ લીધી. પોતાનાં તે કર્મને કુટુંબને તેમજ શોખને ન્યાય આપવાના સતત પ્રયાસની સાથે તેમના અંતરમાંથી જે પ્રેમની સરવાણી જે નમ્રતા સાથે વહે છે તે જોઈ
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.