મહોરાંની આરપાર જિંદગી

About The Book

<p>લેખક અંકિત ચૌધરી 'શિવ' ની વિશેષતા એ છે કે તેઓ ઉપદેશ આપવાને બદલે અનુભવ કરાવવામાં માને છે. આ સંગ્રહની પંદર વાર્તાઓ જાણે કે 'નવરસ'નો થાળ છે. અહીં વિષયવૈવિધ્ય એટલું બહોળું છે કે વાચક એક વાર્તા પૂરી કરીને બીજી વાર્તા વાંચવા માટે તલપાપડ થઈ જશે.</p><p>સંગ્રહની વિવિધતા પર નજર કરીએ તો 'ઓફલાઇન જિંદગીનું અસ્તિત્વ' જેવી વાર્તા આજના ડિજિટલ યુગના યુવાનો માટે લાલબત્તી સમાન છે. વર્ચ્યુઅલ દુનિયાના 'રેકી' અને વાસ્તવિક દુનિયાના 'રાજવ' વચ્ચેના સંઘર્ષને લેખકે બખૂબી ઝીલ્યો છે. તો બીજી તરફ 'અગનપંખી' વાર્તામાં એસિડ અટેકનો ભોગ બનેલી સ્નેહા અને તેના આંતરિક સૌંદર્યને પ્રેમ કરતા કબીરની વાત હૃદયને ભીંજવી દે છે.</p><p>પારિવારિક સંબંધોની ગૂંચ અને ઉકેલની વાત કરીએ તો 'વસુધા' વાર્તા એક આદર્શ વહુ કઈ રીતે તૂટેલા ઘરને સાંધે છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે 'કાટ ખાયેલી ઘડિયાળ' માં પિતા પ્રત્યેની નફરત કેવી રીતે એક પળમાં આદરમાં ફેરવાઈ જાય છે તે જોઈને વાચકની આંખ ભીની થયા વગર રહેતી નથી. 'ક્ષણનું ઋણ' માં પોતાની દીકરીને આગમાં ન બચાવી શકનાર માતાનો વસવસો અને અન્ય જીવને બચાવીને થતી ઋણમુક્તિની ઘટના સંવેદનાની પરાકાષ્ઠા છે.</p><p>લેખકે માત્ર લાગણીઓ જ નહીં પણ રોમાંચ અને રહસ્યને પણ એટલી જ કુશળતાથી ગૂંથ્યા છે. 'જિંદગીના છેલ્લા 24 કલાક' વાર્તામાં એક હાઈ-ટેક કોર્પોરેટ થ્રિલર છે જ્યાં નાયક પોતાના જ મૃત્યુના ષડયંત્રને ભેદે છે. તો વળી 'પ્રાણ પંખેરું' માં સર્જક અને તેના સર્જન વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય છે જે લેખકની કલ્પનાશક્તિનો પરિચય કરાવે છે. દેશપ્રેમની ખુમારી જગાડતી 'યસ! આઈ એમ ઇન્ડિયન' અને ગેંગસ્ટરમાંથી પિતા બનતા હૃદયપરિવર્તનની કથા 'પિતૃત્વ' વાર્તા સંગ્રહને એક અલગ ઊંચાઈ પર લઈ જાય છે. અને હા 'અતૃપ્ત ઓછાયો' જેવી વાર્તામાં પ્રેમ અને પુનર્જન્મનું રહસ્ય પણ અકબંધ છે.</p><p>મેં
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE