જીવન કોઈ વ્યકિતનું હોય કે કીડીનું હોય માથા ઉપર ભાર લઈને જનાર કોઈ મજૂર હોય કે પછી બગીચામાં ખીલેલું ફૂલ હોય પ્રેરણા કોઈનાથી પણ ગમે ત્યારે અને ગમે ત્યાં લઈ શકાય છે. મનુષ્યના જીવનમાં બદલાવ કોઈનાથી પણ અને કોઈ પણ રીતે આવી શકે છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને આધુનિક સંતોની જીવની અને એમની જીવન યાત્રા પોતાનામાં એક ખાસ મહત્વ રાખે છે કારણ કે એ જેટલી બાહ્યા હોય છે એટલી જ આંતરિક પણ હોય છે. જેટલી વ્યાવહારિક હોય છે એટલી જ આધ્યાત્મિક પણ હોય છે. આત્મા-પરમાત્માનો બોધ હોય કે જીવનના સંઘર્ષની ઘડી દરેક પરિસ્થિતિમાં એમના જીવનમાં સમતોલપણું અને આનંદ સ્વાભાવિક જ જોઈ શકાય છે. સંતોનું જીવન એક સામાન્ય વ્યકિત માટે કોઈ વિશ્વવિદ્યાલય કરતાં ઓછું નથી હોતું. એમનું એક વાકય ગ્રંથ સમાન હોય છે જે આપણને પ્રેરણા આપીને આપણા માર્ગદર્શનનું કામ કરે છે અને આપણને સફળતાના સૂત્રોની સાથે-સાથે આત્મ-જાગરણના ગુણ પણ શીખવાડે છે.<br>ભારતની ભૂમિ સંતોની ભૂમિ રહી છે. સંતોનું વ્યકિતત્વ અને એમની આધ્યાત્મિક યાત્રા લોકો માટે હંમેશા આકર્ષણ અને જીજ્ઞાસાનું કેન્દ્ર રહે છે. આ પુસ્તક સંતોના વ્યકિતત્વ અને એમના રહસ્યમયી જીવન અને આધ્યાત્મિક યાત્રા વિશે જણાવે છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.