જાણીતા ગઝલકાર, લેખક શ્રીમતી પૂર્ણિમાબેન ભટ્ટનું માનવું છે કે… સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર બેંકર અરવિંદભાઈ પટેલે પોતાના નિવૃત્તિકાળનો ઉત્સવ આરંભ્યો છે. શબ્દોના સંગાથે સતત પ્રવૃત્તિમય રહી એમણે પોતાની કલમની ધાર તેજ કરીને "આપણા હાથની વાત..." આપણાં હાથમાં મૂકી છે. આ વાતો એમણે એમની ગદ્ય અને પદ્ય શૈલીમાં વહેતી કરી છે. સમાજનાં બહુચર્ચિત મુદ્દાઓ એમણે આવરી લીધા છે. એમાં મુખ્યત્વે સાહિત્ય, સ્વચ્છતા તો ક્યાંક ઘરગથ્થુ ઉપચાર સાથે રાજકારણ પણ છે. પ્રકૃતિનો હરિયાળો પાલવ છે તો વળી સમાજ સામે ક્રાંતિ પણ છે. મૂળાક્ષરો સાથે રમવાની એમની અનોખી રીત છે. સમાજનાં કુરિવાજો સુધારવાનાં નમ્ર પ્રયાસ સાથે તેઓ આ ચોથું પુસ્તક આપણને ભેટ ધરે છે. જીવનનાં અનુભવોનો નિચોડ એમણે આ પુસ્તકમાં પીરસ્યો છે. એમની વિચારધારા હકારાત્મક અભિગમ ધરાવે છે. જે સામાજિક જાગૃતિ માટે ઈચ્છનીય છે. એમની આ હકારાત્મક વિચારધારાને હું આવકારું છું. તેમજ તેમના આ પુસ્તકના પ્રકાશન નિમિત્તે તેમને અભિનંદન આપું છું. એમની સમાજસેવાની ભાવનાનો પરિમલ અવિરતપણે મહેકતો રહે એવી મારી પારિજાતિક શુભકામનાઓ. પૂર્ણિમા ભટ્ટ, સુરત.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.