*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹218
₹250
12% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
વઢિયાર પ્રદેશને સાહિત્યના ક્ષેત્રે શિરમોર જોવાની અદમ્ય ઈચ્છા રાખતો ઉત્સાહી જણ એટલે અમારા વઢિયાર સાહિત્ય મંચનો લોખંડી થાંભલો રાઘવ વઢિયારી. પોતાના નામના અર્થે સર્જન કરનારા ઘણા સાહિત્યકાર જોયા છે પણ પોતાના પ્રદેશનું નામ આગળ ધરી વઢિયારી તખલ્લુસ રાખનાર પ્રથમ જણ એટલે રાઘવ વઢિયારી. પ્રદેશના સાહિત્ય માટે આટલી વ્યથા લઈને ફરતો માણસ આજ સુધી બીજો કોઈ જોયો જાણ્યો નથી. વઢિયાર માટે કાયમ વઢતો રહેતો માણસ કહે છે કે વઢિયારની ધરતી મારા સપનામાં આવીને કહે છે કે વરસોથી વેરાન બેઠી છું હું બસ એક પેન લઈ ખેડીજા મને..! આપણી સરહદના રણછોડ પગીની વાત હોય કે પછી રાણકી વાવની રબારણનું ગીત હોય નેહડાની નેહભરી સંસ્કૃતિની વાતો કે વઢિયારી વગડાનો વૈભવ બાવળિયાની દોસ્તીનું ગીત. રઘુભાઈની કલમનો કોઈ જવાબ નથી. એટલે જ મને એમની બે લીટી યાદ આવે છે કલ્પવૃક્ષની કલ્પના કેમ કરવી ? બાવળની મમતા છૂટતી નથી. વરસોથી સાહિત્ય ક્ષેત્રે સૂકા વઢિયાર પ્રદેશને રઘુભાઈ જેવો યુવા સાહિત્યકાર મળ્યો છે જે આનંદની વાત છે. આમ તો રઘુભાઈ અમારા જમાઈ છે છતાં પણ એમની રબારણ પર લખાયેલી બે પંક્તિઓ ટાંક્યા વગર રહી શકતો નથી. ઓઢણ છોડી તું શરમનું રબારણ શોધને મળવાનું તું બહાનું રબારણ. રઘુભાઈ વઢિયાર પંથકને ઉજાગર કરતી નવલકથા અમર આંબો લઈને આપ સૌ સમક્ષ આવી રહ્યા છે. એકદમ વઢિયારી તળપદી શૈલીમાં લખાયેલી નેહડાની એક અનોખી અને અમર પ્રેમકથા એટલે અમર આંબો આશા છે કે આપ સૌ આ નવલકથાને હોંશે હોંશે વધાવશો. રઘુભાઈને નવલકથા અમર આંબો માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. રાઘવ વઢિયારી પાસેથી ઉત્તરોતર વધુ અને શ્રેષ્ઠ સાહિત્ય પ્રાપ્ત થતું રહેશે એવી આશા..... ડૉ.કિશોર ઠક્કર