જ્ઞાની પરિવારમાંથી આવતા પુજાબેન ગઢવી મંથના ને તેમના મંથના કાવ્યસંગ્રહ બાદ બીજા હાઈકુ સંગ્રહ અનૈકા માટે અનેકાનેક શુભકામનાઓ... તેમનાં પિતાજી દ્રારા મળેલા સાહિત્યવારસાને ગધ અને પધમાં પુજાબેને અદભુત રીતે જાળવ્યો છે સતાક્ષરી હાઈકુ નું રસપાન કરતા નવ ચેતન્યનો આભાસ થયો. હાઈકુ લઘુકાવ્યો ને સંપૂર્ણપણે ન્યાય મળે તેવી અનુભૂતિ થઈ પુજાબેન ના પ્રયાસ ને હું હર્ષભેર શાબાશી પાઠવું છું. તેમની આ નાનકડી ગાગર જાણે કેપૃથ્વીને વીંટી વળેલા વસુંધરાનાં પગ પખાળતા સાગર સમાન છે. સંતોના અશ્રું માં વહે છેનિર્મળ શ્રી રૂપી ધારા. જેવા હાઈકુ સાહિત્યની માનીતી ધારા અધ્યાતમ થકી નાનકડી વાટકીમાં તત્વ અને સત્વ થકી પરમને પામવાનાં પ્રયાસ સમાન છે આવા અનેક હાઈકુ ચોક્કસથી મંત્ર મુગ્ધ બનાવશે. તેમના કલમ વડે સાહિત્ય ક્ષેત્રમાં આવા નવ સર્જન પદ્ય અને ગદ્ય વિભાગમાં થતાં રહે તેવી ઈચ્છા પ્રગટ કરું છું અને સાહિત્યજગતમાં તેમની ખૂબ પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવું છું. સાહિત્યક્ષેત્રે વધુ સોપાનો સર કરો એજ કનૈયા પાસે પ્રાર્થના. જય મુરલીધર - માવજી એમ આહીર (આદીપુર – કચ્છ)
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.