વિશ્વમાં અનેક સંસ્કૃતિઓનો વિકાસ થયો અને સમયની સાથે તે વિલીન પણ થઈ ગઈ. ભારતીય સંસ્કૃતિ વિશ્વની અત્યંત પ્રાચીન અને શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. આ લૌકિકતા અધિભૌતિકતા અને ભોગવાદના બદલે આધ્યાત્મવાદ અને આત્મતત્ત્વની ભાવના પર કેન્દ્રિત છે જેનું મૂળ લક્ષ્ય શાંતિ સહિષ્ણુતા એકતા સત્ય અહિંસા અને સદાચરણ જેવા માનવીય મૂલ્યોની સ્થાપના કરીને સમસ્ત વિશ્વની આધ્યાત્મિક ઉન્નતિ કરવાનું છે. એમાં બધાના સુખ માટે બધાના હિતમાં કાર્ય કરવાના ઉદ્દેશ્યની સાથે સમસ્ત વિશ્વને પોતાનો પરિવાર માનવાની ભાવના અંતનિહિત છે. આ જ કારણ છે કે પોતાના સાંસ્કૃતિક અને જીવન મૂલ્યોના બળ પર ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષો પછી પણ પોતાના મૂળસ્વરૂપમાં વિદ્યમાન રહીને અક્ષુણ બનેલી છે. સ્વછંદતા અને સ્વાર્થાન્ધતાથી અલગ એમાં ન્યાય ઉદારતા પરહિત અને ત્યાગ જેવા ચારિત્રિક ગુણોના આધાર પર આદર્શ જીવન જીવવા અને વિશ્વ માનવને એક સૂત્રમાં બાંધવાની શક્તિ છે. સાચા અર્થોમાં ભારતીય સંસ્કૃતિ મનુષ્ય જીવનને સાર્થક કરવાનો મૂળમંત્ર છે.. ભારતીય સંસ્કૃતિની માન્યતાઓ અને પરંપરાઓ કોઈને કોઈ વૈજ્ઞાનિક આધાર પર પ્રતિસ્થાપિત છે જે આજના કૉપ્યુટર યુગમાં પણ પૂર્ણરૂપે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પર તર્કસંગત છે અને ખરી ઉતરે છે. એમાં અગણિત વિશેષતાઓ છે. આ એવા મોતીઓનો મહાસાગર છે જેને એક પુસ્તકમાં સમેટવો સંભવ નથી તેમ છતાં એવા જ કેટલાક મોતીઓને પરોવીને આ પુસ્તક રૂપી માળામાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.