ભારતીય રેલથી અવકાશ પ્રાપ્ત એન્જિનીયર અતુલ કુમારે પાંચ વર્ષ પહેલાં રેલવેની ખરીદારીમાં વાર્ષિક પાંચ હજાર કરોડ રૂપિયાના નુકસાનને સાર્વજનિક કર્યું હતું. મેટ્રોમેન ઇ. શ્રીધરને હવે આ સત્ય પર મહોર લગાવી દીધી છે જ્યારે કે આટલા વર્ષ બધા આંખો મીંચીને રહ્યાં. એવો જ સંબંધ છે ક્રિકેટ ફિક્સિંગ અને અતુલ કુમારનો.
આઈપીએલ ક્રિકેટ સટ્ટો અને મેચ ફિક્સિગ કૌભાંડના વિસ્તારને ઘણાં ઓછા લોકો સમજે છે. એને સમજવા માટે તમારે મેચ ફિક્સિંગ પર અતુલ કુમાર દ્વારા લિખિત બે પુસ્તકો ‘બેટર્સ બિવેયર’ અને ‘ઇનસાઇડ ધી બાઉન્ડ્રી લાઇન' વાંચવાની જરૂર છે.
- રાજિંદર પુરી (વરિષ્ઠ પત્રકાર)
એ તો સ્પષ્ટ છે કે લેખક પોતાના વિષયમાં ઊંડે ઉતર્યા છે અને એવીજ છે એની વિશ્લેષણ શક્તિ. - બેટર્સ બિવેયર પર સ્ટેટ્સમેનના વરિષ્ઠ ખેલ સંપાદક પુલાકેશ મુખોપાધ્યાય
જો ક્રિકેટના નામ પર પરદાની પાછળ ચાલી રહેલાં સૌથી મોટાં કાળા કારનામાનો ભેદ જાણવા ઇચ્છો છો તો બધા ખેલપ્રેમીઓએ આ પુસ્તકને વાંચવી જોઈએ.
ડૉ. નેહા ગુપ્તા
ઉપાધ્યક્ષ સાયન્સ એન્ડ રેશનલિસ્ટ ઍસોસિએશન ઑફ ઇન્ડિયાની Cricket : The Massive Fraud પર સોશ્યલ મીડિયામાં ટિપ્પણી
ભારતીય રેલવેમાં એન્જિનીયર રહેલાં અતુલ કુમારનો દાવો છે કે રાષ્ટ્રીય અને આંત૨૨ાષ્ટ્રીય સ્તર પર રમવામાં આવી રહેલી ક્રિકેટ મેચ ફિક્સ હોય છે. આ ખેલને પસંદ કરવાવાળાઓ માટે આ એક મોટી છેતરપિંડીછે.
- બેટર્સ બિવેયરના રીલિઝ પર પીટીઆઈની રિપોર્ટ
મહાભારતમાં એક પ્રસંગ છે કે જ્યારે યુધિષ્ઠિરથી પૂછવામાં આવ્યું કે સંસારમાં સૌથી મોટું આશ્ચર્ય કયું છે તો એણે કહ્યું ‘મનુષ્ય નિત્ય પ્રાણીઓને મરતાં જુએ છે છતાં પણ એ ભ્રમમાં જીવન વ્યતીત કરે છે કે તે નહીં મરે.’ કંઈક એવું જ આશ્ચર્ય છે કે જે ક્રિકેટવિશ્વના એક વિશાળ ફ્રૉડના રૂપમાં પ્રમાણિત થઈ ચુક્યું છે એના માટે લાખો-કરોડો લોકો ખુલ્લેઆમ ઉત્સવ મનાવે છે અને દુનિયાભરના હજારો-લાખો બુદ્ધિજીવી અજાણ બનીને દિવસ-રાત ચર્ચાઓ કરતાં રહે છે.
વર્ષોથી ચાલી રહેલા આ ફ્રૉડની પરતો ઉધેડતાં અને સમાજની બધી સંસ્થાઓ ખાસ કરીને મીડિયાને બેનકાબ કરતું એક અનોખું અને પ્રામાણિક વિવરણ.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.