સુંદર દેખાવું બધાની ઇચ્છા હોય છે. કેટલાક લોકો જન્મથી જ સુંદર હોય છે કેટલાક લોકો કર્મથી અને કેટલાક લોકો શરીરથી. શરીરની સુંદરતા બનાવવામાં બૉડી બિલ્ડિંગ કોર્સની અગત્યની ભૂમિકા હોય છે. આ એક એવો વિષય છે જેના જાણકારી વગર કશું નથી કરી શકાતું.<br>આ પુસ્તકમાં બૉડી બિલ્ડિંગ માટે ચરણબદ્ધ રીતથી વ્યાયામોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને કોઈ પણ વ્યક્તિ સહજ રીતથી કરીને નામ કમાઈ શકે છે. પુસ્તકમાં આપવામાં આવેલા નિયમ વગેરે શિથિલનીય છે. એને પોતાની જરૂરિયાત અનુસાર બદલાઈ/ઓછા-વધારે કરી શકાય છે. પુસ્તકમાં અમે વ્યાયામના દિશા-નિર્દેશ વગેરે આપ્યા છે એમને યોગ્ય રીતે અપનાવીને તમે સફળ બૉડી બિલ્ડર બની શકો છો.<br>એ જરૂરી નથી કે સફળ બૉડી બિલ્ડર એ જ હોય છે જેના મસલ્સ અંગ- પ્રત્યંગથી પુષ્ટતા ફૂટતી નજરે પડે છે. આપણો ઉદ્દેશ્ય વ્યક્તિને ‘ફિટ’ રાખવાનો છે અને આ દિશામાં આ પુસ્તક એવા લોકો માટે વરદાન સાબિત થશે એવો અમારો વિશ્વાસ છે.