સમયે સિદ્ધ કર્યું કે ગાંધીજીનું ''સત્યમેવ જયતે'' ત્યારે જ સંભવ છે જ્યારે સાવરકરના ‘શસ્ત્રમેવ જયતે'' ને પ્રાથમિકતા આપવામાં આવશે. ''બુદ્ધ'' ત્યારે જ ઉપયોગી થઈ શકે છે જ્યારે પોતાના સન્માન માટે ''યુદ્ધ''ની પરિકલ્પનાને પણ જરૂરી માનવામાં આવશે. ''સત્યાગ્રહ'' પણ ત્યારે જ સફળ થશે જ્યારે એની સાથે સાવરકરનો ''શસ્ત્રગ્રહ'' આવીને જોડાશે.ગાંધીજી સત્યમેવ જયતે સુધી ટકી રહ્યા બુદ્ધની વાત કરતા રહ્યા અને સત્યાગ્રહને પોતાનું હથિયાર માનતા રહ્યા. પણ સાવરકર ''સત્યમેવ જયતે''થી આગળ ‘શસ્ત્રમેવ જયતે''ને ‘બુદ્ધની રક્ષાર્થે યુદ્ધ''ને અને સત્યાગ્રહથી વધારે ‘શસ્ત્રગ્રહ’ને ઉપયોગી માનતા રહ્યા. આ બંને મહાપુરુષોમાં આ જ મૌલિક અંતર હતું.ઉત્તર પ્રદેશના જનપદ ગૌતમ બુદ્ધ નગરના ગામ મહાવડમાં જન્મેલા પુસ્તકના લેખક રાકેશ કુમાર આર્ય ત્રણ ડઝનથી વધારે પુસ્તકોના લેખક તેમજ દૈનિક ‘ઉગતા ભારત''ના સંપાદક છે અને કેટલીય સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. એમના લેખ દેશની વિભિન્ન પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થતાં રહે છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.