‘ઘર તરફ’ વાર્તાસંગ્રહમાં લગભગ 1960 અને 1970 ના દાયકામાં લખાયેલી વાર્તાઓ છે. વિવિધ સામયિકો દિવાળી અંકો વગેરેમાં છપાયેલી અનેક વાર્તાઓ વેર-વિખેર પડી હતી. ભાઈ દીપક દોશીએ આ બધી વાર્તાઓ મિત્રભાવે કાળજીથી વાંચી પ્રમાણિત કરી. પછીનું થોડુંક બાકી રહેલું કામ ભાઈ ફિરોઝ કેરાવાલાએ કર્યું. બંનેની ખૂબ આભારી છું. એકવાર કોઈએ પૂછેલું : ‘તમે વાર્તા શા માટે લખો છો ? ’ પ્રશ્ન રસપ્રદ હતો. શેક્સપિયરે નાટકો શું કામ લખ્યાં હશે ? કાલિદાસે મેઘદૂતની રચના શા માટે કરી હશે ? હરીન્દ્રભાઈ સાથે આ વિશે વાત થતી. એમનો ઉત્તર કંઈક એવો રહેતો કે લખું નહિ તો જીવી ન શકું.
Piracy-free
Assured Quality
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.