વેક્સ કિંગ દ્વારા લખાયેલા ‘ગુડ વાઇબ્સ ગુડ લાઇફ’ પુસ્તકમાં વ્યક્તિના વિચારોમાં સકારાત્મકતા લાવી જીવનમાં સ્વયં એક ઉત્તમ અને શ્રેષ્ઠ વ્યક્તિ બની શકે તેની સમજણ સરળ અને સ્પષ્ટ રીતે રજૂ થયેલી છે. પુસ્તકમાં જીવનની ઝેરીલી ઊર્જા પર તમે કાબૂ કેવીરીતે મેળવશો તમારી માન્યતામાં બદલાવ લાવી જીવનની ઉત્તમ તકોને આવકારવાની કળા હસ્તગત કરી તમારા ધ્યેયોને સિદ્ધ કરવાની જીવનશૈલી કેળવવાની વાત રજૂ કરી છે. બ્રહ્માંડ સાથે તેની અસીમ દિવ્ય શક્તિઓ સાથે અનુસંધાન રાખી જીવનના અંધકારમાંથી દિવ્ય અને અર્થપૂર્ણ જીવન તરફ જવા માટેની સમજણ આપતું આ ઉત્કૃષ્ટ પુસ્તક છે. નાનીનાની પણ ટકોરાબંધ ટેકનિક્સ દ્વારા તમારા ધ્યેયોને સિદ્ધ કરી તમારી વિચારશૈલી સંવેદનાઓ વાણી અને પ્રવૃત્તિઓને બદલી આનંદમય અને સુખમય જીવન તરફ આગળનું આહ્વાન ‘ગુડ વાઇબ્સ ગુડ લાઇફ’ પુસ્તકમાં પ્રસ્તુત કરાયું છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.