*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹150
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
સામાન્ય ભારતીયની માફક કુટુંબ વ્યવસ્થા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. હવે તો અમારા પરિવારમાં બીજી પેઢી આવી ગઈ છે તો આ વિશ્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે. વર્ષો પહેલાં મેં એક વાર્તા ‘હવા! જરા ધીમે વહે’માં યોગ અને ભોગની વ્યાખ્યા કરી હતી. એ વાર્તામાંની દાર્શનિકતાથી પ્રભાવિત થઈને સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી અમરકાંતજીએ એને ‘મનોરમા માં પ્રકાશિત કરેલ. એને જ હું વિસ્તારવા માગતી હતી. આની નાયિકા તનુ એક આર્કિટેક્ટ છે.<br>કોરોના આપણા જીવન પર કેવો તૂટી પડેલ માર્ચ ૨૦૨૦થી ઝડપી બનતો. ૨૭ માર્ચથી તો આપણે લૉકડાઉનમાં બંધ વાસણ ઘસતાં કચરાં-પોતાં કરતાં હતાં આ બાજુ કોરોનાકાળ આરંભાયો અને બીજી બાજુ ભારતમાં હૉસ્પિટલોમાં બીમાર લોકો જાનના જોખમે ત્યાંના સ્ટાફને કામ કરતો જોતા હતા. અમેરિકાની હૉસ્પિટલોના ગોડાઉનમાં લાશોનો ઢગલો જોતા હતા – રસ્તે શેકી નાખતી ગરમીમાં લાખો મજૂરોને શહે૨માંથી જતા જોતા હતા. આપણું મગજ લકવો મારી જતું હતું.<br>ધીમે ધીમે નટખટ મહેનતુ તનુ મારી કલમમાં વાંરવાર આવીને ઇશારો કરી જતી હતી કે તારી આ જડતા તોડ. સને ૧૯૮૧ની વાત હતી. મારા રેલવે અધિકારી સંબંધી ભાઈ સુબોધ કુલશ્રેષ્ઠ (અમારા માટે લાડનું નામ દીપક) ના લગ્ન વડોદરા રેલવે સ્ટાફ કૉલેજમાં ટ્રેનિંગ દરમિયાન જ થઈ ગયા હતા. એની પત્ની પૂનમ ચંડીગઢની સુવર્ણચંદ્રક વિજેતા આર્કિટેક્ટ છે.