શ્રી કે. સી. શાહ ૧૯૯૮ થી શિક્ષણમાં તેમની સેવાઓ આપી રહ્યા છે. તેઓ ગુજરાતની વિવિધ ખ્યાતનામ વિદ્યાલયો મહા વિદ્યાલયઓમાં તેઓ ટ્રેનિંગના માધ્યમથી વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો સાથે વર્ષોથી સંકળાયેલા છે. તેમને ગુજરાતની વિવિધ શાળાઓમાં સ્ટુડન્ટ ડેવલપેન્ટ પેરેન્ટિંગ ટીચર્સ ટ્રેનિંગ કરેલ છે. તેમને હલ્લો સ્ટુડન્ટ્સ સિવાય વાલીઓ માટેનું પુસ્તક લખ્યું છે. ‘ભણતર ને બેહતર બનાવે વાલી’ અને શિક્ષકો માટેનું પુસ્તક ‘હું શિક્ષક છું’ પણ લખેલ છે. તેઓએ ગુજરાત સરકાર દ્વારા ચાલતા કર્મયોગી પ્રોજેક્ટ માં ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં તાલીમ આપેલ છે. જેમાં વિશેષ કરીને પોલિસ વિભાગમાં ક્લાસ વન અધિકારીઓને પણ તાલીમ આપવાનો અવસર મળેલ છે. આ ઉપરાંત ફોરેન્સિક લેબ હેલ્થ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના નાબાર્ડ બેંક અને ઘણા બધા કોર્પોરેટ ક્ષેત્રમાં તાલીમ આપી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ કે.સી.જી. દ્વારા ચાલતા ફિનીશિંગ સ્કૂલના પ્રોજેક્ટમાં ગુજરાતની ૮૦ ટકા કૉલેજના વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલપમેન્ટના વર્કશોપ કરીને તેમને ઇન્ટરવ્યૂ ગ્રુપ ડીસકસન રીસ્યુમે રાઇટિંગ નેગોસિયેસન ઈમોશનલ ઇન્ટેલિજન્સ જેવી સ્કીલ માટે તાલીમ આપી ચૂક્યા છે. આ ઉપરાંત શિક્ષણ માટે તેમના ટોક શો દૂરદર્શન ટી.વી. નાઈન જી.ટી.પી.એલ. વી.ટી.વી. સંદેશ ન્યુઝ જેવી ટી.વી.ચેનલો પર અવારનવાર આવતા રહે છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.