*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹165
₹200
17% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
કેન્સર એટલે શું? આપણાં શરીરમાં રહેલા કોષોની અસાધારણ વૃધ્ધિને ગાંઠ (નીઓપ્લાઝમ) કહે છે. આ ગાંઠ સામાન્ય/નિર્દોષ (બિનાઈન) અથવા ખરાબ/કેન્સર (મેલિગ્નન્ટ) હોઈ શકે. સામાન્ય (બિનાઈન) ગાંઠ એક જ જગ્યાએ રહે છે ફેલાતી નથી. જેમ કે રસોળી (ચામડીમાં થતી ગાંઠો) ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ સ્તનમાં ફાઈબ્રોએેડિનોમાં લાઈપોમા (ચરબીની ગાંઠ) વગેરે. મેલિગ્નન્ટનીઓપ્લાઝમ એટલે સાદી ભાષામાં કેન્સર. આ પ્રકારની ગાંઠ શરીરના જે તે ભાગને નુક્સાન પણ કરે છે અને સમય વધુ થાય તો ફેલાય પણ છે. તે લોહી અથવા લિમ્ફેટીક માર્ગે શરીરના બીજા ભાગોમાં પણ પ્રસરે છે. આ કોષો શરીરના સામાન્ય નિયંત્રણથી બહાર ઉપરવટ જઈ વધ્યા જ કરે છે. નખ અને વાળ સિવાય શરીરના કોઈપણ ભાગ/ ટિસ્યુ/ કોષનું કેન્સર થઈ શકે છે. નિર્દોષ (Bengin): નિર્દોષ (કેન્સર નહીં) ગાંઠના કોષો માત્ર જે તે જગ્યાએ વિકસે છે. વિ. રોગિષ્ટ (Malignant) : રોગિષ્ટ (કેન્સરની) ગાંઠના કોષો આસપાસની પેશીઓ પર હુમલો કરે છે. રક્તવાહિનીઓમાં પ્રવેશે છે અને જુદી - જુદી જગ્યાઓને રોગગ્રસ્ત કરે છે.