પ્રથમ બે પુસ્તકો વામા- નવલિકા સંગ્રહ અને અંતથી આરંભ- લઘુનવલ ને ભાવકોએ ખૂબ જ પ્રેમ આપીને ઉત્સાહથી વધાવી લીધાં. ત્યાર બાદ શ્રી પ્રતિભાબહેન ઠક્કરના પુસ્તક સ્ત્રીઆર્થ - જે એમનાં સંપાદન હેઠળનો ચોથો વાર્તા સંગ્રહ છે તેમાં મારી વાર્તા મી ટૂ પસંદ થઈ. આ એક સહિયારું અને દેશ-વિદેશનાં 66 ગુજરાતી સ્ત્રી લેખિકાઓનું સર્જન હતું. આ દરમિયાન થોડી વાર્તાઓ લખાતી અને પ્રકાશિત થતી રહી. એકવાર ગુજરાત ગાર્ડિયન નાં શ્રી મનોજભાઈ મિસ્ત્રીને મળવાનું થયું. તેઓ નવોદિત લેખકોને સરસ પ્રોત્સાહન પૂરું પાડતાં રહે છે. એમનાં દૈનિકમાં તેઓએ મારી કોલમ શરૂ કરવા નિમંત્રણ આપ્યું. આ રીતે શરૂ થઈ જીવનનાં વિવિધ પાસાઓને સ્પર્શતી મારી પહેલી નાની કોલમ જિંદગી.કોમ. આમ તો આ સફર નાની હતી પણ અનુભવ સરસ રહ્યો. મિત્રોનો ખાસ આગ્રહ કે આ સંગ્રહ નાના પુસ્તક સ્વરૂપે આવવું જોઈએ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ રીતે પુસ્તક પણ કરીશ. આમ જોવાં જઈએ તો આ કોઈ બહુ મોટું સાહિત્ય સર્જન ન કહી શકાય છતાં એક કલમમાંથી ટપકતા શબ્દો પુસ્તકરૂપે સચવાય એથી રૂડું બીજું શું હોય શકે? તેથી આ કોલમ અંતર્ગત જે લેખો પ્રકાશિત થયાં તે આ પુસ્તકમાં સમાવિષ્ટ કરી આપ સૌ સમક્ષ મૂકતાં આનંદ અનુભવું છું. મારાં તમામ સ્નેહીજનોનો હું આભાર માનું છું. મારી શબ્દ-યાત્રાએ હજી લાંબી મજલ કાપવાની છે. આપ સૌનો પ્રેમ આમ જ મળતો રહેશે એવી આશા છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.