Jivan
Gujarati

About The Book

આ પુસ્તક “જીવન” લેખકના જીવનના અનુભવો પરથી લખાયેલું છે. આ પુસ્તક વાચકને આજના સમયની સાચી હકીકતો થી અવગત કરાવે છે. “જીવન” એક એવો અરીસો છે જેમાં વાચક પોતાનું પ્રતિબિંબ જોઈ શકે છે. આ પુસ્તક સમાજ પાડોશી મિત્રો અને સગાસંબંધીઓના સ્વભાવ અને વર્તનની નગ્ન હકીકતોને ઉજાગર કરે છે — જેથી તમે તમારા જીવનને વધુ સારી રીતે સમજી શકો અને લોકો સાથેના સંબંધોમાં વધુ સમજદાર બની શકો.પુસ્તકમાં લખાયેલા દરેક શબ્દ દરેક વાક્ય તમને તમારા પોતાના જીવનના પ્રસંગો સાથે જોડાયેલાં જણાશે. જ્યારે તમે આ પુસ્તક વાંચશો ત્યારે તમને લાગશે — “આ તો મારી સાથે બન્યું છે” અથવા “હું પણ આ અનુભવી ચૂક્યો છું.” આ પુસ્તક તમારા મન અને હૃદયનો અવાજ છે — જે તમે અંદરથી અનુભવો છો પરંતુ શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.આ પુસ્તકને જ્યારે તમે તમારા જીવનના અનુભવો સાથે જોડશો ત્યારે તમારી આંખોમાં આંસુ આવી જશે અને વિતેલા પળો જીવંત થઈ જશે. જેમ જ્ઞાની લોકો કહે છે કે “પુસ્તક એ મનુષ્યનો સાચો મિત્ર છે” તેમ આ પુસ્તક પણ તમારો એવો જ સાચો મિત્ર છે — જે તમારી પાસેથી કશું લેવાની અપેક્ષા રાખતું નથી. જ્યારે પણ તમે તેને વાંચશો ત્યારે તમને લાગશે કે તમે તમારા વિશ્વાસુ મિત્ર સાથે હૃદયની વાતો કરી રહ્યા છો.આ પુસ્તક એક સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને લખાયું છે કારણ કે લેખક પોતે પણ એક સામાન્ય વ્યક્તિ છે. તેથી આ પુસ્તકની ભાષા સરળ સમજાય તેવી અને દરેક વર્ગના વાચક માટે પ્રેરણાદાયી છે.આ પુસ્તક વાંચવાનો કોઈ નિશ્ચિત સમય કે તબક્કો નથી. તમે જ્યારે પણ વાંચશો — જીવનના કોઈ પણ પડાવ પર — તમને નવી પ્રેરણા અને નવી દિશા મળશે. જો તમે ક્યારેક જીવનમાં અટવાઈ જશો તો આ પુસ્તક તમને આગળ વધવાનો રસ્તો બતાવશે.આ પુસ્તક વાંચતા પહેલા એક વાત યાદ રાખજો — તેને માત્ર વાંચવા માટે નહીં પરંતુ અનુભવવા માટે વાંચજો. કારણ કે આ પુસ્તકમાં ઘણા ભ્રમ તૂટવાના છે અનેક સંબંધોની સાચી હકીકતો સામે આવવાની છે. જે લખાયું છે તે કડવું છે પણ સત્ય છે. તમારું મન માને કે ના માને — હકીકત તો એવી જ છે જે તમારે આજે નહિ તો કાલે સ્વીકારવી જ પડશે. જેમણે જીવનમાં આ અનુભવો કરી લીધા છે તેઓ તરત જ આ પુસ્તક સાથે જોડાઈ જશે અને જેમણે હજુ નથી કર્યા — તેઓ જ્યારે કરશે ત્યારે આ પુસ્તકના શબ્દો તેમને યાદ આવશે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE