એક ઉક્તિ છે - “સમયથી પહેલાં અને નસીબથી વધારે કોઈને કશું નથી મળતું”. શું નોકરી ધંધો વ્યક્તિ ઘર બેસી જાય તો પગાર મળી જશે ? જો વ્યવસાયી પોતાની દુકાન જ ના ખોલે તો શું એને લાભ થઈ શકશે ? કોઈ પણ વ્યક્તિના નસીબમાં અંક નથી લખ્યા કે આ વ્યક્તિ પોતાના જીવનમાં આટલા રૂપિયા આટલા પૈસા જ કમાઈ શકશે. જેટલો તે શ્રમકરશે એટલો અનુકૂળ સમય હોા પર યોગ્ય પ્રતિફળ તેમજ પ્રતિકૂળ સમય હોવા પર ઓછું પ્રતિફળ મળી શકશે. અજ્ઞાત ભવિષ્યને જાણવાની ઇચ્છા મનુષ્યમાં હંમેશાં રહી છે. ભવિષ્યને પહેલેથી જ જાણીને વ્યક્તિ સમયાનુસાર યોજના બનાવી શકે છે. અનુકૂળ સમય હોવા પર જ્યાં જાતક વધારે જોખમલઈ શકે છે ત્યાં જ પ્રતિકૂળ સમય હોવા પર વિશેષ સાવધાની રાખી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર માત્ર ભવિષ્યની રૂપરેખા બતાવી શકે છે કષ્ટ તેમજ પીડા ખુદ જાતકને સહન કરવી પડે છે. ભવિષ્ય જાણવા માટે કેટલીય વિધિઓની શોધ કરવામાં આવી જેમાં જ્યોતિષનું વિશેષ સ્થાન છે. ભવિષ્યને જાણવાની ઇચ્છાની સાથે-સાથે કષ્ટ રોગ શોક પીડા-મુક્તિ માટે પણ અલગ-અલગ શોધ થઈ કેટલીય વિધિઓ પ્રચલિત થઈ જેમાં દાન યજ્ઞ રત્ન-ધારણ મંત્ર-તંત્ર-યંત્ર પ્રયોગ વગેરે હતા. પરંતુ આ બધા પ્રયોગોમાં વધારે સમય અને ધન લાગતું હતું ત્યારે લાલ કિતાબની રચના થઈ. આ દશકની સર્વાધિક ચર્ચિત પુસ્તકનું નામછે - લાલ કિતાબ. લાલ કિતાબ ખાસ કરીને એ વ્યક્તિઓ માટે છે જે ઓછામાં ઓછા સમયમાં કોઈ ખર્ચ કર્યા વગર કોઈ પંડિતથી સલાહ લીધા વગર ખુદ પ્રયોગ કરી શકે. જ્યાં આ પુસ્તક લાલ કિતાબની સંપૂર્ણ જાણકારી આપે છે ત્યાં જ માંગલિક દોષ રોગ ઋણ- મુક્તિ સંતાન-સુખ ભવન-સુખ આયુ-નિર્ણય વગેરે પર વિશેષ ઉપાય લખવામાં આવ્યા છે. ગ્રહ-દોષનિવારણ ગ્રહોથી થવાવાળા રોગ માટે તરત પ્રભાવી ઉપાય લખવામાં આવ્યા છે. આ પુસ્તકને “સંપૂર્ણ લાલ કિતાબ” કહી શકાય છે. વિશ્વપ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ખ્યાતિપ્રાપ્ત લોકપ્રિય ભવિષ્યવક્તા સર્વાધિક જ્યોતિષ પુસ્તકોના લેખક ડૉ. રાધાકૃષ્ણ શ્રીમાલી દ્વારા રચિત આ પુસ્તક તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. જે વાચક હકીકતમાં સરળ ગુજરાતી ભાષામાં લાલ કિતાબની શોધમાં હતા એમના માટે આ પુસ્તક અંતિમશોધ હશે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.