૨૦૨૪ માટે નવા સંકલ્પ લઈને મોદી સરકારે કાશી વિશ્વનાથ, મહાકાલ મંદિર અને નવું સંસદ ભવન તેમજ વૉર મેમોરિયલને બનાવીને ઉપરાંત ૩૭૦ હટાવીને ધરતી પર કાશ્મીરને એક નવી પર્યટન નગરી બનાવી છે. હજુ ઘણું બધું કરવાનું બાકી છે. એનું એક માત્ર કારણ છે કે, જનતાના દિલો-દિમાગમાં એ વાત પહોંચી ચુકી છે કે, ‘મોદી છે તો મુમકિન છે’.<br>આ જ કારણ છે કે, દેશની બાગડોર રાષ્ટ્રવાદી વિચારોને આગળ વધારનારા પીએમ નરેન્દ્ર મોદીના હાથોમાં છે. નોટબંધી, જીએસટી, ત્રિપલ તલાક, ન્યૂ ઇન્ડિયા, જળ સંરક્ષણ, જનસંખ્યા અને હવે રામ મંદિર જેવાં નિર્ણયોના કારણે મોદી સરકાર પર ભારતીય જનમાનસે પોતાનો વિશ્વાસ જતાવ્યો છે. નવી યોજનાઓમાં જનસંખ્યા નિયંત્રણ મોદી સરકારની એક મહત્ત્વપૂર્ણ યોજના છે, જે ભારતને એક નવી દિશા પ્રદાન કરશે. એ જ પ્રકારે જળ સંરક્ષણ જેવી મહાયોજના, જે દરેક નળ સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય લઈને ચાલી છે. આવી યોજના મોટી સંખ્યામાં સામાન્ય જનતાને લાભ પહોંચાડશે. એવા સમયમાં જ્યારે અનુશાસન, કર્મઠતા, પ્રામાણિકતા, દૃઢવિશ્વાસ, લગન, ઝનૂન જેવાં શબ્દ દેશમાં પોતાનો અર્થ ગુમાવી રહ્યા હતા, ત્યારે નરેન્દ્ર મોદીએ આ શબ્દોને પોતાના અસ્ર બનાવ્યાં. દુનિયાની સામે એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું. આ ત્યારે સંભવ થયું, જ્યારે મોદીજીએ પોતાના માટે સ્વયં માનદંડ ઘડ્યાં અને નિરંતર એનું અનુસરણ કરતા રહ્યા. એમની સામે કોઈ પડકાર નથી. પોતાના પડકારો તેઓ સ્વયં નિર્મિત કરે છે અને પોતાના લક્ષ્યને સ્વયં નિર્ધારિત કરે છે. એ પણ કહી શકાય છે કે, નરેન્દ્ર મોદીએ ખુદને ઘડ્યા છે, આથી આજે દરેક વ્યક્તિની જીભ ૫૨ છે, ‘મોદી છે તો મુમકિન છે’.