Mrityunjay (Maha-Asur Series) vol.1
shared
This Book is Out of Stock!

About The Book

મૃત્યુંજય પુરાણોમાં જેને નિષેધ ગણવામાં આવ્યો છે એવા મહાશક્તિશાળી કાળયજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અથર્વવેદની વર્જિત ઋચાઓના ઉચ્ચારણ અને લોહિયાળ આહુતિથી પ્રસન્ન થયેલી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી-અનિષ્ટાત્રી – પ્રચંડ જ્વાળા સ્વરૂપે યજ્ઞવેદીમાંથી પ્રગટ થાય છે... તેણે આપેલા વરદાનમાં સૃષ્ટિના અસ્તિત્વને યુગાયુગાંતર સુધી જોખમમાં મૂકી શકે એટલી અસીમ ઊર્જા સમાયેલી છે! ઇસબનીસન 470 આરબ ભૂમિ સિદ્ધપુરૂષ મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ આત્માજાગરણ મંત્રનો ઉપયોગ કરીને અષ્ટાંગી સેનાની કુંડલિની જાગૃત કરવા જઇ રહ્યા છે. એમનો સામનો સાત એવા શૈતાની આત્મા સાથે થવાનો છે જેમનું ઉત્તરદાયિત્વ કળિયુગના સૌથી મહાન રહસ્યની રક્ષા કરવાનું છે! ઇસવીસન 1026 સોનનાથ હિન્દુસ્તાનના પ્રથમ પૂજનીય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના ભવ્ય મંદિર પર મહેમૂદ ગઝનવી ચઢાઈ કરવા આવ્યો છે. શું ખરેખર એ લૂંટારાનો હેતુ સોમનાથની સમૃદ્ધિ લૂંટવાનો હતો? કે પછી હિન્દુ ધર્મના સદીઓ જૂના પૌરાણિક વારસાની તલાશ... જેનો કોયડો કાળની ગર્તામાં દફન છે? વર્તમાન દિવસ રાજકોટ ભારતના જાણીતાં આર્કિયોલૉજિસ્ટ સુધીર આર્યનું કાળી ચૌદશની અંધારી રાતે ભેદી મૃત્યુ નીપજે છે. એમના અગ્નિસંસ્કાર માટે મુંબઇથી રાજકોટ આવી પહોંચેલા મલ્ટિનેશનલ કંપનીના ફાઉન્ડર – બિઝનેસ ટાઇકૂન અને એમના વારસદાર વિવાન આર્ય સાથે એક પછી એક એવી ઘટનાઓ બનતી જાય છે જે તેને લાખો વર્ષથી ચાલી રહેલા સમયના વિષચક્રમાં ઊંડો ઉતરવા માટે મજબૂર કરી દે છે! એ કઈ દિવ્ય કડી છે... જે આર્યવર્ત આરબ ભૂમિ અને સોમનાથને એકબીજા સાથે સાંકળે છે? શું છે એ ખૌફનાક ભવિષ્યવાણી જે કળિયુગના વહેણને બદલવાની ક્ષમતા ધરાવે છે?
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
499
Out Of Stock
All inclusive*
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE