પરિચય: - એવું કોઈ ગામ કે શહેર ન હોય કે જ્યાં એક શિવાલય ન હોય. ભવતારણ કરનાર ભોલેનાથ સદાશિવઆશુતોષ ત્રિપુરારિનાં શિવાલયમાં નંદી મહારાજ એટલે કે વૃષભરાજની ઉપસ્થિતિ હોય જ. નંદી મહારાજ સદાશિવનું વાહન છે જે અખંડિત નૈષ્ઠિક બ્રહ્મચારી છે. કેમકે ગૌવંશને ખેતીકાર્યમાં પ્રયોજવા પૂર્વેની અંગક્ષતિ નંદી મહારાજને કરવામાં આવતી નથી. ભગવાન સદાશિવ વૃષારુઢ થઈને બ્રહ્માંડમાં વિચરે છે આ નંદી સદાય શિવસેવામાં પ્રવૃત્ત રહે છે એ રીતે નંદી અખંડ શિવ સેવક છે. એના જ સહોદર બળદ દ્વારા કૃષિકર્મ થાય છે ગાડાંમાં બળદની જોડી અને એના શણગાર ઝૂલડી ઘુઘરા પડછી વેલ તોરણ શિંગડાંના શણગાર આદિથી મલપતા બળદો જોતરેલી જાનનાં દૃશ્યો બહુ ઓછાં જોવા મળે છે એવા નંદી વિશે પ્રગટ આ પુસ્તક નોખી ભાત પાડે છે. ડૉ. રમેશ ભટ્ટ (રશ્મિ) (કચ્છી/ ગુજરાતી સાહિત્યકાર)
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.