પહેલી નજરમાં મલાલા યુસૂફજઈ એક નાજુક યુવાન અને પાડોશમાં રહેવાવાળી કોઈ સાધારણ છોકરી-જેવી જ દેખાય છે. ૧૭ વર્ષની આ માસૂમ બાળકીનાં મક્કમ મનોબળે ચટ્ટાનથી ટકરાઈને ઇસ્લામી આતંકનો પર્યાય બની તાલિબાનની અકડને ચૂર-ચૂર થતાં પૂરી દુનિયાએ જોઈ છે. મલાલા એ નામ છે જેને કારણે આજ સુધી અશાંતિ આતંક અને અપરાધો માટે બદનામ પાકિસ્તાનને પૂરી માનવતાએ ઇજ્જતની નજરથી જોવાનું શરૂ કર્યું છે. મલાલા નોબેલ પુરસ્કાર વિજેતાઓના ઇતિહાસનો સૌથી યુવા ચહેરો અને વિશ્વમાં નારી-સમાનતા શિક્ષા અને મુક્તિની ઓળખ બની ગઈ છે. ક્યારેક મલાલાએ છોકરીઓનાં અભ્યાસ પર તાલિબાની રોક વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને તાલિબાની હત્યારાઓએ ૯ ઑક્ટોબર ૨૦૧૨એ એને ગોળી મારી દીધી હતી મોતને માત આપીને આજે એ જ છોકરી પૂરી દુનિયામાં મહિલાઓનાં આત્મ ગૌરવનો આદર્શ બની ગઈ છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.