પુસ્તકવંદના સહ લેખકવંદના: ‘પીડાથી પરમ સુખ તરફ ‘ પુસ્તક અસરગ્રસ્તો માટે જડીબુટ્ટી સમાન છે. - ભુપેન્દ્ર પટેલ ( મુખ્યમંત્રી ગુજરાત ) આ પુસ્તકમાંથી પસાર થશો તો મારી જેમ ખુદની યાદો જીવવા મળશે અને કોઈના રોગના તડકે છાંયડો થવાની પ્રવીણભાઈની જેમ પ્રેરણા મળશે. અહીં પાને પાને પથરાયેલી સર્વ ચેતનાઓને વંદન. મરણનો મુકાબલો સ્મરણ છે. દર્દનો ઉપચાર દોસ્તી છે. ‘પીડાથી પરમ સુખ’ હેતની હૂંફ આપી શકે. પ્રવીણભાઈની કલમ અનુભવી હથોટીવાળી છે. વળી તેઓ સમાજના છેવાડે ઉભેલા માણસની ચિંતા કરીને અનેક પ્રવૃત્તિઓ કરે છે. એમણે ભણતર ચોપડીને બદલે ચામડી સુધી આત્મસાત કર્યું કહેવાય. - જય વસાવડા ( કટાર લેખક રાજકોટ ) પ્રવીણભાઈ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા અને સાજા થઇ જાય ત્યાં સુધીની વાત મેં જોઈ અને જાણી છે. ૭૫ (પંચોતેર) થી વધુ વખત રક્તદાન કરી સમાજની ઉત્તમ સેવા કરી છે. – કરસનદાસ લુહાર (કવિ અને લેખક મહુવા ) કેન્સરના દર્દીઓની પ્રેરણાત્મક જીવનની વાતોને સંકલિત કરીને બનેલું આ પુસ્તક જીવનના ઝંઝાવાતો વચ્ચે કેવી રીતે જીવી જાણવું ? તેની શીખ હૃદયસ્પર્શી રીતે આપી જાય છે. પ્રવીણભાઈએ કેન્સરવાળા ત્રણેક દર્દીઓને સાજા કરેલા તે વાતની હું સાક્ષી છું. – અમી યાજ્ઞિક (જનરલ સર્જન અને સામાજિક કાર્યકર) પ્રવીણભાઈ આદર્શ શિક્ષક હૃદય સેવાનું પછાત ગરીબ નિરાધારને વિકલાંગ બાળકોના પ્રેરક પ્રાણવાન શિક્ષક છે. – ડૉ. મફતલાલ પટેલ ( તંત્રી : ‘અચલા’ )
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.