Ruh
Gujarati

About The Book

કલા ક્ષેત્રે કાયમ મને રસ રહ્યો છે. કેટલીક જવાબદારીઓ અને સમયને આધીન ઘણુંબધું છૂટી ગયું એ વાતનો અફસોસ નથી પણ સદા એ બાબતનો આનંદ રહ્યો છે કે મેં મારાં ચિત્રો લેખન અને ક્રિએટિવિટીને કાયમ થોડું થોડું જીવંત રાખ્યું છે અને રાખવા કાયમ પ્રયત્નશીલ રહીશ. દરસલ હું કોઈ લેખક કે કવિગણ માંથી નથી પરંતુ મારી આસપાસની ઘટનાઓ અને જોયેલી અનુભવેલી ક્ષણોને શબ્દોમાં ઢાળવાની કાયમ કોશિશ કરું છું. હા હું માનું છું ત્યાં સુધી આ મારામાં ઈશ્વરે આપેલી અનમોલ ભેટ છે એ માટે હું એ અદૃશ્ય શક્તિનો આભારી છું અને રહીશ કે જેઓએ મને મધ્યસ્થી બનાવી આપશ્રીઓ સમક્ષ તથા દુનિયા સમક્ષ મારા ચિત્રો લખાણો અને ક્રિએટિવિટીને રજૂ કરવા માટે હિંમત અને તક આપી છે. એજ હિંમત અને જજબાથી મારા મનમાં ઉપજતા વિચારોને કાગળ કેનવાસ પર ઢાળી આપશ્રીઓ સમક્ષ રજુ કરું છું. હું મહદંશે કાલ્પનિક ચિત્રો બનાવી એના લોજીકો વિશે લેખ લખી સોશિયલ મીડિયા ઉપર શેયર કરું છું. મારા ચિત્રોને લોકો દ્વારા કાયમ સારો પ્રતિસાદ મળ્યો છે અને એ બાબતે હું સર્વશ્રીઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE