વિચાર એક શક્તિ છે - સકારાત્મક વિચાર વ્યક્તિનું ચરિત્ર જ નહીં આખું જીવન બદલી દે છે. આપણા મનની અંદર એક ક્ષણ માટે પણ જો કોઈ સકારાત્મક વિચાર જન્મ લે છે તો તે વિચાર આપણને મોટામાં મોટી મુશ્કેલીઓથી છુટકારો અપાવીને જાય છે. એક પળના વિચારમાં જીવનના તમામ સુખ સમાહિત હોય છે. સકારાત્મક વિચાર જીવનમાં કંઈક કરી છુટવાની ઊર્જા પેદા કરે છે. એનાથી આપણાં શરીરમાં જે અદ્ભુત શક્તિનો સંચાર થાય છે એનાથી આપણે શારીરિક તેમજ માનસિક બંને રૂપથી સ્વસ્થ બનીએ છીએ.<br>સૂર્યા સિન્હાની પુસ્તક સકારાત્મક વિચારોનો જાદૂ હકીક્તમાં એક એવો જાદૂ છે જેને વાંચ્યા પછી વ્યક્તિની દિશા અને દશા બંનેમાં ચમત્કારિક બદલાવ આવે છે મારી સલાહમાં આ પુસ્તક દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ.<br>ઉષા પાહવા<br>ફીચર સંપાદક પંજાબ કેસરી