રોગને ભગાડવો શરીરને ચુસ્ત રાખવું મનમસ્તિષ્કને ચેતનવંતુ રાખવું – આ ત્રણેય પરિસ્થિતિ વચ્ચે આજનો માનવી પીસાતો આવ્યો છે. સો વર્ષ જીવવાની ખેવના સાથે આજનો માનવી દોડધામમાંથી પરવારતો નથી. તેવે સમયે ‘સંપૂર્ણ યોગ વિદ્યા’ પુસ્તક તમારા મન-મસ્તિષ્કને તાજુતરોજ રાખે શરીરને ચુસ્ત રાખે અને તમામ રોગથી મુક્તિ અપાવે તેવા છસો ઉપરાંત આસનો પ્રાણાયમની રીતો આકૃતિ સાથે બતાવી છે. સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં રજૂઆત થઇ છે. આ પુસ્તકમાં પતંજલિયોગપ્રદીપ હઠયોગપ્રદીપ ઘેરંડ સંહિતા વશિષ્ટ સંહિતા વગેરે પ્રાચીન અને પ્રમાણિત ગ્રંથનો સંક્ષિપ્ત સાર છે. સાથે અષ્ટાંગ યોગ યોગાસન અને પ્રાણાયામ સાથે સંકળાયેલ તમામ વિદ્યાઓ વિશેની સંપૂર્ણ માહિતી સરળ અને સાદી ભાષામાં પ્રસ્તુત કરાયેલી છે. આ પુસ્તકમાં યોગ આધારિત ચિકિત્સા પદ્ધતિ તેમજ શારિરીક માનસિક અને ભૌતિક અને આધ્યાત્મિક પાસાઓની રજૂઆત થઇ છે. તો આવો તંદુરસ્તીને અંકે કરવાની મોસમમાં પુસ્તક ખરીદી તેનો અભ્યાસ કરી લઇએ. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આજે જ ખરીદી વાંચો વંચાવો અને ભેટ આપો. સમાજીક સંગઠનો હેલ્થ કલબો વ્યાયામશાળાઓ માટે ઉપયોગી પુસ્તક આજે ખરીદો.
Piracy-free
Assured Quality
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.