સુરજની પહેલી કિરણ એક છોકરીના ચેહરા પર પડે છે અને એક કેનવાસ પર એ જ છોકરીનું એક અદ્ભુત ચિત્ર કોઈ બનાવે છે. બસ આટલું જ સપનું… બસ આટલી જ વાત અને હું જાગી ગઈ. ધીરે ધીરે વહેલી સવારનું એ સપનું ઘુટાતું ગયું અને મારી અંદર પ્રાપ્તિ ગૂંથાતી ગઈ. એ બધું જ જે ક્યારેક ઝંખનાઓ હતી તે બધીજ પ્રાપ્તિમાં ઉતરતી ગઈ અને આ વાર્તા એની મેળે જ બનતી ગઈ.રહી વાત શિખરની તો મારા સારપાસ ટ્રેક દરમિયાન એક લેફ્ટનન્ટ સાથે મુલાકાત થયેલી. એમની પર્સનાલીટી વાક્છટા પેઇન્ટિંગનો શોખ આ બધુજ મને અજાણે સ્પર્શી ગયું હતું. જયારે પ્રાપ્તિ સાથેના પુરુષ પાત્ર વિષે વિચારી રહી હતી ત્યારે લેફ્ટનન્ટ શેખર સિવાય કોઈને કલ્પી જ ના શકી અને એક નામ મનમાં આવીને સ્થિર થઇ ગયું શિખર પ્રાપ્તિ.શિખર પ્રાપ્તિ વિષે હું જેમ જેમ વિચારતી ગઈ તેમ તેમ સમીર દ્વિજા સરુમાં હુકમસિંહ બધાંજ મારી આસપાસ ધબકતાં થઇ ગયા. રોજ રાત્રે આવીને મારી સાથે વાતો કરતા કરતા તે મારી વાર્તાનો ભાગ બની ગયા. આ બધા પાત્રો મેં હંમેશા ક્યાંક ને ક્યાંક જોયા છે જાણ્યા છે કદાચ એમની પાસેથી કંઇક ઝંખ્યું પણ હશે અને હવે કલમ વાટે તેમાં હું જીવ પૂરી શકી તેથી હું પોતાને ખરેખર ભાગ્યશાળી માનું છુ.રાત્રીના સથવારે રોજ લખાતી આ વાર્તા કાગળ પર ને મારી અંદરની લેખિકા પર સતત ઉજાસ પાથરતી રહી છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.