*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
About The Book
Description
Author
શ્લોકાશુ....(ખડતલ હૈયામાંથી ઉગેલી રચનાઓ... મિત્રોઆખરે રુંધાયેલું હ્રદય આ પુસ્તકના માધ્યમથી ફરી એકવાર ધબકવા લાગ્યું. આ પુસ્તક જેમાં મારી લખેલી મૌલિક અને સ્વરચિત કાવ્ય રચનાઓ રજૂ કરવામાં આવી છે.આ કાવ્ય રચનાઓ અછાંદસ છે.જ્યારથી ગુજરાતી ભાષાની સમજણ આવી ત્યારથી લઈને અત્યાર સુધીમારા મગજમાં આવતા વિચારો અને જીવનમાં આવેલા સંઘર્ષોમાંથી જન્મી છે રચનાઓ. મે અમુક રચનાઓમાં પ્રેમ આલેખવાનો પ્રયત્ન કર્યો છે તો કોઈ રચનામાં મારા સંઘર્ષ અને દર્દને આલેખ્યા છે.થોડી રચનાઓ માણસાઈજીવન અને વતનપ્રેમ દર્શાવે છે. આમ જોઈએ તો આ રચનાઓ મારા ખડતલ હૈયામાંથી ઉગેલી છે જેને મે શબ્દોમાં ગુંથવાનો તથા મારા રંગોમાં રંગવાનો રંગીન પ્રયાસ કર્યો છે. વ્યવસાયે હું ચિત્રકાર છું એટલે અમુક રચનાઓ ચિત્રોની માફક ઘુંચવણ ભરેલી તો અમુક રચના સાવ સીધી ને સ્પષ્ટ છે. મારી કળા અને મારી કળાને દર્શાવતી રચનાઓ તમે આ પુસ્તકમાં વાંચી શકો છોમને વિશ્વાસ છે કે આ પુસ્તક તમને ગમશે.