સાહેબશ્રી મેં મારાં કેરિયરની શરૂઆત એક સામાન્ય શિક્ષક તરીકે કરેલી. બાળપણમાં મારાં દાદીમા મને કાયમ ગીતાના શ્લોક સંભળાવતા. ગીતાના શ્લોકનો અર્થ મને એ સમયે એટલે કે મારી નાની ઉંમરમાં મને સમજાતું ન હતું પરંતુ મને ગીતાનો એ મર્મ / સારાંશ યાદ રહેતા કે જે જીવનમાં જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે ગીતામાંથી મળેલ બોધપાઠ ઉપયોગી સાબિત થયેલ છે એટલા માટે નાનપણથી મને ગીતા પ્રત્યે એક અલગ સમ્માન અને પ્રેમ હતો. મેં ઘણા બધા ધર્મ ગુરુ અને ઘણાં સાધુ સંતોના મુખે પણ ગીતા સાંભળી; આ દરેકની પ્રસ્તુતિ અલંકારી અથવા શ્લોક સ્વરૂપે કહી શકાય કે જે આજના સમયમાં સમજવી ઘણાં માટે મુશ્કેલ થઇ શકે. પછી મેં નક્કી કર્યું કે હું એક એવી ગીતા લખીશ કે જે મારાં પોતાના સહજ અને અનુભવી શબ્દોમાં હોય અને મારા પોતાના સ્વભાવની હોય કે જેથી કરીને લોકો તેને સમજી શકે. આ એક મારી પોતાની અંત:સ્ફૂરણા મુજબ ગીતા લખવાનો પ્રયાસ કર્યો છે. હા ભગવદ્ગીતા કે એનાં પર લખવાની લાયકાત ધરાવતો નથી પણ એક ગીતાજ્ઞાન દ્વારા અનુભવી વ્યક્તિ તરીકે મારી ફરજ છે કે ગીતાના સહજ જ્ઞાનથી લોકોને લાયક બનાવી શકું કેમકે મને વિશ્વાસ છે કે આ અનુભવથી તમારું જીવન બદલાઈ જશે. જીવન જીવવાની પ્રેરણા અનુસાર મેં ભગવદ્ગીતા લખવાનું નક્કી કરેલું અને જે આપની સમક્ષ રજૂ કરું છું કદાચ કોઈ ભૂલ-ચૂક રહી ગઈ હોય તો માફ કરશોજી પરંતુ મેં જે ગીતામાંથી શિખામણ લીધી એ શિખામણ લેવા જેવી છે એ હું આપને બહુ ગર્વ અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહું છું. આપનો અભિપ્રાય આવકાર્ય છે અને આ પુસ્તક આપને યોગ્ય દિશા ચિંધશે એવી આશા સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ. આર. સી. પટેલ (નાયબ કલેકટર) MSc. Bed. (8 years Teacher 12 years Revenue Officer) તારીખ ૧૧.૧૧.૨૦૨૨
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.