અમિત રામજીભાઈ ગામી નિજ એટલે કવિતા ક્ષેત્રે પા પા પગલી ભરતું નામ. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ તેમના વતન મોટા ઉમરડામાં મેળવ્યું ધોરણ આઠનો અભ્યાસ અમરેલી અને ધોરણ નવથી બારનો અભ્યાસ રાજકોટની સરકારી શાળામાંથી કર્યો છે. સ્નાતકનો અભ્યાસ અમરોલી કૉલેજ અને અનુસ્નાતકનો અભ્યાસ એમ.ટી.બી. સુરતમાં કર્યો છે. તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષયમાં ચાર ગઝલકારો - એક અભ્યાસ એ વિશે અભ્યાસ કરી પીએચ. ડી.ની પદવી ૨૦૨૨માં પ્રાપ્ત કરી છે. હાલમાં તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે ગુજરાતી વિભાગમાં સહાયક પ્રાધ્યાપક (હંગામી) તરીકે કાર્યરત છે. આમ તો અમિતે કવિતા લખવાની શરુઆત વર્ષ ૨૦૧૪ની આસપાસ કરેલી. શરૂઆતમાં હાઈકુ સોનેટ ગીત જેવા સ્વરૂપોમાં હાથ અજમાવવાનો પ્રયત્ન કરેલો પરંતુ જે કવિતા અંતરમાંથી જન્મી એ તો છેલ્લાં એક બે વર્ષમાં. તેમના આ સંગ્રહમાં ગઝલ અછંદસ તેમ જ પ્રયોગશીલ કાવ્ય રચનાઓ ગ્રંથસ્થ થયેલી છે. આ રચનાઓમાં જીવનમૂલ્યો સંસ્કૃતિ તેમ જ જીવનનાં વાસ્તવની રચનાઓ પણ ધ્યાન ખેંચે છે. તદુપરાંત તેમની રચનાઓમાં કયાંક કયાંક આધ્યાત્મિક ભાવનું દર્શન થાય છે. - ડૉ. ભરત ઠાકોર
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.