*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹405
₹499
18% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
વાત માંડેલી વાતની ‘સૂફી’ બે આત્મકથાઓનો સંગમ છે. એક મારી; બીજી ઈકબાલભાઈની. મારા જીવનના પ્રસંગો જેમ જેમ યાદ આવતા ગયા તેમ તેમ આમાં વણતો ગયો છું. એ બાબત મારે કાંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ ઈકબાલભાઈના જીવન પ્રસંગો વિષે આટલું જરૂર કહીશ. તેમણે જે કાંઈ મને કહી સંભળાવ્યું એનો આમાં વિગતવાર સમાવેશ કર્યો છે. છતાં કાંઈક કાંઈ હકિકતદોષ રહી ગયો હોય તો એ મારો છે એમનો નથી. ‘સંદેશ’ સાપ્તાહિકમાં ‘સૂફી’ હપ્તાવાર પ્રકાશિત થઈ હતી અને તેના અંતે વાંચકોના પત્રોનો ધોધ વહ્યો હતો. એ ધોધમાંથી બે પડઘા ઊઠ્યાં હતાં. એક: આમાં આવતા સર્વે પાત્રોનો પદ્ધતિસર અંત આણો. તેઓને મારે આટલું જ કહેવાનું છે કે જીવનમાં આવતા પાત્રોનાં અંત નવલકથાના પાત્રો જેવાં ભાગ્યે જ હોય છે. કાંઈક અંશે આ આક્ષેપ ખરો છે. કારણ કે આ આત્મકથાઓનો સંગમ પૂર્ણ નથી તેનો એક ભાગ છે. સમયગાળો છે જન્મથી લગ્ન સુધીનો. બાળપણથી યુવાની સુધીનો આ ગાળો ચીતરવા માટે મેં ત્રીસથી વધુ પ્રકરણ ધારેલા આડત્રીસ પર પૂર્ણ વિરામ મૂક્યું. ભવિષ્યમાં ક્યારેક પ્રેરણા થશે તો ‘સૂફી’ને યુવાનીથી નેવુંના દશક સુધી જરૂર લઈ આવીશ. આ નવલકથાના વાંચકો હાલ આટલેથી સંતોષ માનશે એવી આશા રાખું છું. આબિદ સુરતી ૫ ઓક્ટોબર ૧૯૯૦