ટીનએજર બાળકો વેકેશનમાં એડવેન્ચર ટ્રીપ માટે સુંદરવનનાં જંગલમાં જાય છે ત્યાં તેઓને સુંદરવનની અપ્રતિમ સુંદરતાની સાથે સાથે આતંકવાદનો લોહિયાળ ચહેરો પણ જોવા મળે છે. પ્રવર્તમાન સમયને અનુરૂપ નવી પેઢીને ઉપયોગી મોટીવેશનલ સ્ટોરી પણ રહસ્ય અને રોમાંચક ઘટનાઓથી ભરપૂર રસપ્રદ સાહસકથાના સ્વરૂપમાં ! ભાઇચારો સદભાવ જેવા જીવન મૂલ્ય તથા ધર્મના નામે વિભાજીત કરતા ધન તથા સત્તાના લાલચુઓના હાથા ન બનવા અને વસુધૈવ કુટુમ્બકમની ભાવના ફેલાવતી ગાથા ! આ ગંભીર બાબતો બિલકુલ હળવાશથી આ વાર્તામાં એવી રીતે કહેવાઇ છે જેમ બિમાર વ્યક્તિ પણ જે સરળતાથી શીરો ગળી જાય એટલી જ સરળતાથી બાળકોના દિમાગમાં આ વાતો ઉતરી જાય ! સાથે સાથે બાળકોમાં સાહસ શૌર્ય અને બહાદુરીના ગુણ વિકસે તે નફામાં !
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.