“સ્વાતંત્ર્ય સમરના સેનાની” – આ પુસ્તકમાં લખાયેલી દરેક ગાથા પોતાની દ્ર્ષ્ટિએ વિશિષ્ટ છે કારણકે એ ગાથા “અશોક ચક્ર”માં સમાવિષ્ટ ચોવીસ આરાઓ સાથે સંકળાયેલ છે. સંયમ બંધુત્વ ત્યાગ સુરક્ષા નિયમ નીતિ જેવા ચોવીસ લક્ષણો અશોક ચક્રના આરા સાથે સંકળાયેલા છે. આપણી માતૃભૂમિના સ્વાતંત્ર્ય માટે જે સેનાનીઓ લડ્યા તેમનામાં આ અશોકચક્રના ક્યા ક્યા લક્ષણો હતા એ લેખકોએ બહુ ઉમદા રીતે પ્રસ્તુત કર્યું છે. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ને આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ પુસ્તક દેશપ્રેમીઓ - રાષ્ટ્રપ્રેમીઓને જરૂરથી ગમશે. આજની પેઢી આપણા સ્વાતંત્ર્યવીરોને જાણશે અને એમની જીવનગાથાથી જરૂર પ્રેરિત થશે.