જીવનમાં ચમત્કાર થવા દો. ઉત્કૃષ્ટતાના નવા શિખરો સર કરનાર આ શ્રેષ્ઠ પુસ્તક તમારી સફળતામાં વિઘ્નરૂપ બનતા માનસિક અવરોધો દૂર કરવાની સરળ તથા પ્રભાવશાળી ટેકનિક શીખવે છે. આ ક્રાન્તિકારી પુસ્તક દ્વારા ર્ડા. જોસેફ મર્ફીએ દુનિયાભરના લાખો લોકોને માત્ર પોતાની વિચારસરણી બદલીને ઉત્તમ પરિણામો મેળવવામાં મદદ કરી છે. ર્ડા. મર્ફીનો આ મૂળભુત સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે જો તમે કોઈ ચીજમાં શ્રદ્ધા ધરાવતા હો અને સતત તેની માનસિક તસવીર રચતા રહેતા હો તો તેના દ્વારા તમારી સફળતામાં વિધ્નરૂપ બનનાર મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય છે. આ રીતે તમારી શ્રદ્ધાંને સત્યમાં બદલીને તમે સફળતા મેળવી શકો છો. અમુક સત્યઘટનાઓ અને પ્રેરક કિસ્સાઓ ર્ડા. મર્ફીએ જણાવેલ ટેકનિકને સમર્થન આપે છે. તે આપણને વ્યાવહારિક સૂચન કરે છે તેના પરથી આપણે – મજબૂત આત્મવિશ્વાસ વિકસાવી શકીએ છીએ. – લગ્નજીવન તથા અન્ય સંબંધોને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. – નવા તથા મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાયી શકીએ છીએ. – ખરાબ આદતો છોડી શકીએ છીએ. – આપણા ભય પર કાબૂ મેળવી શકીએ છીએ. – ધન-સંપત્તિ મેળવી શકીએ છીએ. – પદોન્નતિ તથા સન્માન પ્રાપ્ત કરી શકીએ છીએ. તમારા અર્ધજાગ્રત મનની અદભુત જાદુઈ શક્તિને જાણવા માટે આ પુસ્તક જરૂર વાંચો. આ પુસ્તકમાં દર્શાવેલ સરળ વ્યવહારુ તથા ઉપયોગી ટેકનિક તમે તમારા દૈનિક જીવનમાં પણ લાગુ પાડી શકો છો.
Piracy-free
Assured Quality
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.