૧૮૮૩-૧૯૩૧ કવિ ચિત્રકાર તેમજ દાર્શનિક ખલીલ જિબ્રાનનો જન્મ લેબનાના એ ભૂ-ભાગમાં થયો જ્યાં ઘણા બધા સંતપુરુષોએ જન્મ લીધો. તે - વિલક્ષણ પ્રતિભાના ધની હતા. એમની લેખનીમાં જ્યાં એક તરફ માનવ હૃદયની ગહનતમ ભાવનાઓને મૂર્તરૂપ આપવાની ક્ષમતા છે ત્યાં જ જીવનને ઉત્કૃષ્ટતમ બનાવવાની દાનિક ક્ષમતા પણ છે.<br>એમની ખ્યાતિ અરબી ક્ષેત્રમાં જ સીમિત ના રહી પરંતુ સંપૂર્ણ વિશ્વમાં ફેલાઈ. એમના સાહિત્યને ૨૦ કરતાં વધારે ભાષાઓમાં રૂપાતરિત કરવામાં આવી ચુક્યા છે તથા એમના બનાવેલાં ચિત્રોની પ્રદર્શનીઓ વિશ્વભરમાં લગાવવામાં આવતી રહે છે. પોતાના જીવનના અંતિમ ૨૦ વર્ષમાં તેઓ અમેરિકામાં રહ્યાં તથા અંગ્રેજી ભાષામાં પણ લખ્યું. એમના વિચારોમાં કેટલાય સ્થાનો પર વેદાંત દર્શનની ઝલક પણ મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં એમની બે પુસ્તકોના રૂપાંતરનો પ્રયાસ કરવામાં આવ્યો છે.<br>ખલીલ જિબાનમાં પોતાનાં વિચારોને અભિવ્યક્ત કરવાની અદ્ભુત પ્રતિભા હતી. એમણે પોતાનાં વિચારો કલ્પનાઓ અને અનુભૂતિઓને દેવદૂત નામની પુસ્તકમાં ખૂબ જ નિપુણતાની સાથે વ્યક્ત કર્યા છે. આ પુસ્તકનો વિષય માનવનો માનવની સાથે સંબંધ અને માનવનો પ્રકૃતિની સાથે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં સામાજિક સંબંધો વ્યવહારો સમસ્યાઓ અને એમની અનુભૂતિઓને રેખાંકિત કરવામાં આવી છે. આ પુસ્તકમાં પ્રેમ લગ્ન બાળકો ખાવાનું-પીવાનું કાર્ય સુખ-દુઃખ મકાન વસ કંપનવિક્રય અપરાધ દંડ કાનૂન સ્વતંત્રતા તર્ક ભાવુકતા દર્દ આત્મજ્ઞાન વગેરે વિષયોને વાચકની સામે રોચકતાની સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.