*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹218
₹250
12% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
‘હું કોઈ લેખક કે સાહિત્યકાર કે કવિ નથી’ આ વાત ‘ઊંડા અંધારેથી...’ પુસ્તકના ચિંતનશીલ સંવેદનશીલ લેખક શ્રી અરવિંદભાઈ પટેલ અત્યંત સાહજિકતા અને નિખાલસતા સાથે કબુલે છે. તેઓ પ્રભુમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા જણાય છે. જો માનવ જીવન શક્ય એટલું પવિત્ર સાત્વિક નિર્મળ નિરામય હોય તો સદકાર્યમાં ઈશ્વરનો સહયોગ અચૂક મળી રહે છે તેવો આ પુસ્તકનો સાર છે. જીવનમાં આચાર વિચાર વાણી વર્તન વ્યવહાર અને આચરણનું જ મહત્વ છે. જીવનમાં સંતુલન જાળવવા ડગલેને પગલે કસોટી થતી રહે છે. સમજણ શાણપણ અને ડહાપણ નો વિવેકબુદ્ધિપૂર્વક ઉપયોગ કરીએ તો જીવન સરળ સહજ જીવવા લાયક માણવા લાયક બને છે. ‘પ્રામાણિક માર્ગે નીતિ નિયમથી કમાયેલું ધન સંપત્તિ ક્યારેય આર્થિક સમસ્યાઓનું સર્જન ન કરે’ આ વાત સમજણ સાથે સમજવાની જરૂર છે. શ્રી અરવિંદભાઈ નું માનવું છે કે સમજણ અને સદગુણ તો માનવીને પરમપિતા પરમેશ્વર તરફથી મળેલી અદભુત સોગાદ છે. ‘ઊંડા અંધારેથી...’ શિર્ષકને સાર્થક અને સાકાર કરતું આ પુસ્તક થોડામાં ઘણું કહી જાય છે. વિવિધ વિષયો પરના લેખોની ભાવવાહી શૈલીમાં વણીને શ્રી અરવિંદભાઈએ જીવન જીવવાની જડીબુટ્ટીનો રસથાળ સહુની સમક્ષ રજૂ કર્યો છે. વિચારપ્રેરક મનનીય આલેખન સંકલન અને સંપાદન તેમની લેખન કળા ને ઉજાગર કરે છે. હું તેમને મારી શુભેચ્છા પાઠવું છું. -ઉમેશ ભટ્ટ પ્રસિદ્ધ સાહિત્યકાર લેખક સમાજસેવક સુરત.