વડીલ તરીકે જીવવાનો સાચો અને ઉમદા રસ્તો કયો? વડીલ તરીકેનો વૈભવ જો ભોગવવો હોય તો શું કરવું અને શું નહિ? આ પુસ્તક વડીલ હોવાનો વૈભવ એ આ સવાલનો જવાબ છે. આ પુસ્તક બિલકુલ લાગણીસભર નથી પરંતુ વાસ્તવિકતાને સાથે રાખીને વડીલ તરીકેનો વૈભવ કેવી રીતે માણવો એ વિષય ઉપરની માર્ગદર્શિકા છે. જેવી રીતે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટની ખરીદી કરીએ તો તેની સાથે તે ગેજેટને સુચારૂ રૂપે સંચાલિત કરવા માટે ઓપરેટિંગ મૅન્યુલ આવે તેવી રીતે વડીલ બન્યા પછી લાગણીનો વૈભવ ભોગવવા માટેનું આ મૅન્યુલ છે. મોકળાશની જિંદગી જીવવા ઇચ્છતા લોકો માટે આ પુસ્તક માર્ગદર્શક બની રહેશે એવી અપેક્ષા છે. આ પુસ્તકને લખવા માટે પ્રેરણાથી માંડીને પ્રોત્સાહન આપવા માટે શ્રી ગિરીશભાઈ મહેશ્વરીનો હું ઋણી છું. પુસ્તકને વધારે રૂડું બનાવવા માટે મળેલ સહકાર બદલ શ્રી જીગ્નેશ મુંજપરા શ્રી કિશોરભાઈ રાજ્યગુરુ અને શ્રી ધર્મેન્દ્ર ત્રિવેદીનો આભારી છું.ધન્યવાદ. - પરેશ ભટ્ટ ના સ્નેહ સ્મરણ
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.