Vaidik Ganitno Jadu (Part-1)

About The Book

પ્રવર્તમાન ગણિત શિક્ષણ ની લાંબી લચક અને મૂંઝવણભરી રીતોના કારણે વિદ્યાર્થીઓ અવારનવાર મુશ્કેલ અનુભવે છે જેના કારણે ગણિત શીખવાનો ઉત્સાહ ઘટતો જાય છે. એક સમય એવો આવે કે ધીમે ધીમે અભ્યાસ પ્રત્યેની રૂચિ ઓછી થવા લાગે તો પણ નવાઈ ન કહેવાય! પરંતુ શું ગણિત ક્યારેય સરળ અને રુચિકર બની શકે ખરું? તો જવાબ છે – ચોક્કસ બની શકે. જો ગણિતની લાંબી અને કંટાળાજનક ગણતરીઓને રોચક રીતે શીખવવામાં આવે. વિશ્વમાં અલગ અલગ સંસ્કૃતિમાં અલગ અલગ રીતે ગણતરીઓ કરવામાં આવી છે.ભારતમાં આ પધ્ધતિઓમાં સૌથી મૂળભૂત પધ્ધતિ પૈકી એક છે “વૈદિક ગણિત “. વૈદિક ગણિતમાં ગુણાકાર ભાગાકાર વર્ગમૂળ ઘનમૂળ જેવી કઠીન ગણતરીઓને બહુ સરળ અને રોચક રીતે શીખવવામાં આવે છે. જેથી ગણતરી ઝડપી બને છે અને પરિણામ સચોટ મળે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. અનુભવના આધારે ધીમે ધીમે ગણતરી મૌખિક રીતે સહજતાથી થવા લાગે છે. આ પુસ્તકનો અભ્યાસ કરવાથી બાદબાકી- ગુણાકાર જટીલ પ્રક્રિયા ને બદલે સરળતાપૂર્વક ગણતરી કરી શકાશે. તથા ગુણાકાર એક કરતા વધારે પધ્ધતિઓ શીખવા મળશે. આ પુસ્તકમાં ગણતરી માટેની પ્રારંભિક સંકલ્પનાઓ સરવાળા બાદબાકી ગુણાકારની કેટલીક પધ્ધતિઓ તથા ઘડિયા બનાવવાની રીતો દર્શાવવામાં આવેલ છે. આ પુસ્તકનો ઉપયોગ ગણિત શીખવાની ઇચ્છા ધરાવનાર ધોરણ 1 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓથી કરીને કોઇ પણ ઉંમરની વ્યક્તિઓ બહુ સરળ રીતે કરી શકશે. - ધ્રુવી અમૃતિયા - ભાવિની શેઠ
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE