માનવ જીવન ના વિવિધ પાસાઓ ને આવરી લેતી સંવેદનશીલ વાર્તાઓ નો સંગ્રહ. તેમાં માનવ ના અન્ય માનવ સાથે તથા પ્રાણીજગત સાથેના સંબધ નું આલેખન થયું છે. ઉપરાંત ક્યાંક તદ્દન નવા જ વિષય જેવા કે માનવ ની આધુનિકતા તરફ ની દોટ કે માનવ નો પરિવાર પ્રત્યે નાં ખોટા મોહ વિષે પણ ચર્ચા છે. તો ક્યાંક મનુષ્ય ની-જીવની પરમ પિપાસા ઈશ્વરપ્રાપ્તિ નું વિષદ વર્ણન મળી આવે છે. કુદરત પાસે મનુષ્ય ની લાચારી જેવા તાત્વિક વિષય થી લઈ બાળ વાર્તા ની કલ્પના માં રમણ કરતી આ લેખિનીમાં હાસ્ય કટાક્ષ જોવા મળે છે તો બીજી તરફ સતત જકડી રાખે તેવી રસાત્મક શૈલી તેને નવો જ આયામ અર્પે છે. વિષયો નું વૈવિધ્યભાવના જગત ની ગહનતાપ્રસંગો નું સચોટ વર્ણન પાત્રો ની સુરેખ આલેખન આબેહૂબ વાતાવરણ ઊભું કરી એક અદ્ભુત સૃષ્ટિ સર્જે છે જેમાં વાંચક અભિભૂત થઈ તાદત્મ્ય અનુભવે છે.