લેખન ક્ષેત્ર: નવલકથા, નવલિકા, કાવ્યો, ગઝલ, લલિત નિબંધો,વાર્તાના વિવિધ સ્વરૂપ જેમકે માઇક્રોફ્રિકશન,લઘુકથા,બાળ વાર્તાઓ,લેખો. પુસ્તક સૂચિ: નવલકથા: 'રિમી- ઘ ફર્સ્ટ ડ્રોપ ઓફ રેઇન' ગુજરાતી અને અંગેજી ભાષામાં. વાર્તા સંગ્રહ: વાર્તા-વિશ્વ કલમનું ફલક. સંપાદિત પુસ્તકો: સ્નેહ સંગાથ અને વાર્તાવિશ્વ કલમનું ફલક વાર્તા સંગ્રહનાં ચૌદ ભાગ પુસ્તક સ્વરૂપે આ સાથે ‘વાર્તાવિશ્વ-કલમનું ફલક’ જૂથના વડા તરીકે વાર્તા લેખનના વિષયો આપવા, વાર્તા લેખન કરાવવું, તે વાર્તાઓને ઇ-મેગેઝીનના સંપાદન કરવામાં બે વર્ષથી વધુ સમયથી હજુ કાર્યરત. એવોર્ડની સૂચિ: ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, મુંબઇ લિટરેચર ફેસ્ટિવલ 2021 નો શબ્દ સમ્રાટ એવોર્ડ. બેસ્ટ વાર્તા પ્રશિક્ષક એવોર્ડ ડ્રિમ પબ્લિકેશન મુંબઈ તરફથી, રાજ્ય કક્ષાએ બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2022, રોટરી કલબ ભરૂચ દ્વારા વાર્તા પ્રશિક્ષક એવોર્ડ.અનેક સામાયિક તરફથી પારિતોષિક, નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશન તરફથી એવોર્ડ. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં મારા દ્વારા ચાલતા વાર્તા ગ્રુપનાં પ્રતિનિધિત્વ સાથે સ્પીકર તરીકે ગૌરવમય સ્થાન. વિશ્વભારતી સંસ્થાન દ્વારા જૂઈ મેળામાં કવયિત્રી તરીકે સ્થાન. ભરૂચ સાહિત્ય રત્ન એવોર્ડ, ભરૂચ કૌશલ્ય રત્ન એવોર્ડ,તેમજ સતત ત્રણ વર્ષ વુમન્સ ઇન્ટરપ્રિંનર એવૉર્ડ, શ્રીસમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા સન્માન પત્ર તેમજ અનેક શિલ્ડ અને સર્ટિફિકેટસ સાહિત્ય ક્ષેત્રમાં અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રાપ્ત કરેલાં છે . આ ઉપરાંત ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં વાર્તાવિશ્વના પ્રતિનિધિત્વ સાથે સ્પીકર તરીકે ગૌરવમય સ્થાન. શાળા કોલેજો તેમજ વિવિધ સંસ્થાઓમાં તજજ્ઞની ભૂમિકા સાથે અલોહા ભરૂચની બે બ્રાન્ચ ડાયરેકટર પદે સંભાળવાનો વર્ષોનો અનુભવ રહ્યો છે.