આમ તો હોમ મેકર કહેવાઉ પણ પતિ ની ઓફીસમાં પણ મદદ કરું. વાંચન નો શોખ બાળપણથી. બહારગામ ફરવું,જુદા જુદા લોકો ને મળવાનો શોખ. નાની નાની રચના કરતી જે મારા બ્લોગ પરથી પણ થોડી મુકી. પહેલું પુસ્તક મારા પપ્પાનાં ના જીવન ઉપર "અંતર ને ઓવારે" નામથી ૨૦૦૩માં લખ્યું. એ પહેલા સંચય મેગેઝીન માં થોડા લેખ લખ્યાં. દિવસનું એક પાનું ન વંચાય તો અજંપો ઘેરી વળે તેટ્લો વાંચન નો શોખ તેવું કહી શકું. ફ્રેન્ડની થોડીક વાર્તા એડીટ કરી આપી ... ૨૦૧૭ માં ટૂંકી વાર્તા સંગ્રહ "આવરણ" પ્રગટ થયો. ૩થી ૪ સહિયારા સર્જન માં લખ્યું. વાર્તા વિશ્વ, સર્જન વગેરે વોટ્સએપ ગ્રુપમાં લખું છું. સર્જનહાર મેગેઝિન માં નિયમિત આપેલ વિષયને આધારે લેખ લખું છું. નામ જેવા નક્ષત્રમાં જનમ મારો, છીપમાં ના મોતી જેવો સબંધ મારો, શી ખબર ક્યારે સમજાશે સ્વાતિ નક્ષત્રનાં ટપકતાં પ્રેમ બિંદુનો સંદેશો મારો... સ્વાતિ શાહ
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.